ભાવનગર: શહેરમાં આવેલી સુમીટોમો કંપનીમાં અચાનક જ કોઈ યૂનિટમાં બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. બ્લાસ્ટ થયોએ સમયે કંપનીમાં 100થી વધુ કર્મચારી અને મજૂર લોકો કામ કરી રહ્યા હતા. પ્રાપ્ત થતી માહિતી અનુસાર અનેક મજૂરોને ઈજા પણ પહોંચી હોવાના સમાચાર મળી રહ્યા છે. જે યુનિટમાં બ્લાસ્ટ થયો છે ત્યાંથી કંપનીના કર્મચારીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે. હાલ ઈજાગ્રસ્ત લોકોને ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે.


ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા બજેટમાં શું કરવામાં મોટી જાહેરાત ?


રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ આજે બીજીવાર બજેટ રજૂ કર્યું. ગુજરાત સરકારનું વર્ષ 2023-24નું કુલ બજેટ 3 લાખ 1 હજાર 22 કરોડ રૂપિયાનું છે. આ બજેટમાં શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યુ છે. પ્રવાસન વિભાગનું બજેટ જાહેર કરતાં કનુ દેસાઈએ કહ્યું, એકતાનગર ખાતે વિવિધ કામગીરી માટે ૫૬૫ કરોડની જોગવાઇ કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ સ્થપાયેલ ૧૮૨ મીટર ઉંચી સરદાર પટેલની પ્રતિમા સંપૂર્ણ દેશને એકતા અને અખંડિતતાનો સંદેશ આપે છે. પ્રવાસીઓ માટે વિવિધ આકર્ષણો સાથે તેમની સગવડોમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહેલ છે. એકતાનગર આજે વિશ્વના નોંધપાત્ર પર્યટન સ્થળ તરીકે ઉભરી રહેલ છે. આદિજાતિ સંસ્કૃતિ, પ્રકૃતિ અને પાણીના સંગમને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરી રોજગારીની વિપુલ તકોનું સર્જન કરવા આ વિસ્તારનો સંકલિત વિકાસ કરવાનું આયોજન છે. આગામી સમયમાં એકતાનગર ખાતે વિશ્વકક્ષાની ડ્રાઇવ ઇન સફારી અને વિવિધ પ્રકારના મ્યુઝિયમ પણ સ્થાપવામાં આવશે. રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ આપી રોજગારીની નવી તકો ઊભી કરવા સરકારે અનેકવિધ પગલાઓ લીધેલ છે. આ ક્ષેત્રના વિકાસને વેગ આપવા આ પ્રભાગના બજેટ ૩૪૬% નો વધારો કરવાની હું જાહેરાત કરું છું.


પ્રવાસનના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા માટે ૨૦૭૭ કરોડની જોગવાઇ

આઇકોનિક ટુરિસ્ટ સ્થળોના સંકલિત વિકાસ માટે ૭૦૬ કરોડની જોગવાઇ.









એરસ્ટ્રીપ/એરપોર્ટનો વિકાસ કરવા તેમજ એર કનેક્ટિવિટી વધારવા માટે ૨૧૫ કરોડની જોગવાઈ.

અબાજી-ધરોઇ બંધ પરિક્ષેત્રને વિશ્વ કક્ષાના પ્રવાસી અને યાત્રાધામ વિકાસ માટે ૩૦૦ કરોડની જોગવાઇ.

રાજ્યમાં આવેલ જુદા જુદા યાત્રાધામોના વિકાસ અને યાત્રિકોની સગવડો વધારવા માટે ૯૪ કરોડની જોગવાઇ.

હેરિટેજ અને સિનેમેટિક પ્રવાસન નીતિ માટે ૩૩ કરોડની જોગવાઇ.

કર્લી જળાશય વિસ્તારને પર્યટન સ્થળ તરીકે વિકાસ કરવા માટે ૨૫ કરોડની જોગવાઇ.

ધોળાવીરા, ધરોઈ, નડાબેટ, કડાણા ડેમ, શિવરાજપુર વગેરે સ્થળોએ ટેન્ટ સિટી વિકસાવવા માટે `૨૦ કરોડની જોગવાઇ.

સ્વામી વિવેકાનંદ સર્કિટના વિકાસ માટે ૧૨૦ કરોડના આયોજન સામે ૧૦ કરોડની જોગવાઇ.