વલસાડ જિલ્લાના કરવડ ગામમાં કેનાલમાંથી બાળકનું ધડ મળી આવ્યું હતું. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો હતો.  9 વર્ષીય આ બાળકની બલિ ચઢાવવામાં આવી હતી. પોલીસે સગીર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી હતી. વાસ્તવમાં  સેલવાસના સાયલી ગામનો 9 વર્ષીય ચૈતા નામનો બાળક ઘરની પાસે રમી રહ્યો હતો. અચાનક તે ગુમ થઈ જતાં તેના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


આ તરફ કેનાલમાંથી એક બાળકનું ધડ મળી આવ્યું હતું. પોલીસે તપાસ કરતાં ખુલ્યું હતું કે, મૃતદેહ ચૈતાનો જ છે.  એટલું જ નહીં, મુખ્ય આરોપી સગીર છે. તે ચિકનની દુકાન પર ખાટકીનું કામ કરતો. પૈસાનો વરસાદ થશે અને અસીમ શક્તિ મળશે તેવી મેલી મુરાદથી ચૈતાનું અપહરણ કર્યું હતું. બાદમાં તેની બલિ ચઢાવવામાં આવી હતી. બાદમાં ધડનો ભાગ કેનાલમાં ફેંક્યો હતો. જ્યારે મૃતદેહનો બાકીનો ભાગ સાયલીના સ્મશાન નજીકથી મળી આવ્યો હતો.


પોલીસે સગીર સહિત તેની મદદ કરનાર ત્રણેય આરોપીને ધબોચી લીધા છે.


Orissa High Court: 'લગ્નનું વચન આપી સહમતિથી શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર નહી': Orissa High Court


Orissa Highcourt On Physical Relationship: ઓડિશા હાઈકોર્ટે બળાત્કારના એક કેસમાં મોટો ચુકાદો આપતા કહ્યું કે લગ્નનું વચન આપીને પુખ્ત વયની મહિલા સાથે સહમતિથી સંબંધ બાંધવો એ બળાત્કારની શ્રેણીમાં આવતો નથી. કોર્ટે પોતાના નિર્ણયમાં વધુમાં કહ્યું કે જો કોઈ મહિલા સંમતિના આધારે સેક્સ કરે છે તો આરોપી વિરુદ્ધ બળાત્કાર સંબંધિત ફોજદારી કાયદાનો ઉપયોગ કરી શકાશે નહીં.


જસ્ટિસ સંજીબ પાણિગ્રહીની અધ્યક્ષતાવાળી બેંચના જણાવ્યા અનુસાર લગ્નના ખોટા વચનને બળાત્કાર માનવું ખોટું લાગે છે. કારણ કે IPCની કલમ 375 હેઠળ સંહિતાબદ્ધ દુષ્કર્મની માહિતી તેને આવરી લેતી નથી. રેપ કેસની જામીન સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ મોટો ચુકાદો આપ્યો હતો.


જસ્ટિસ પાણિગ્રહીએ કહ્યું હતું કે પોલીસ રેકોર્ડ દર્શાવે છે કે પુરુષ અને મહિલા એકબીજાને ઓળખતા હતા અને મેડિકલ રિપોર્ટ્સ દર્શાવે છે કે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો નથી. કોર્ટે નીચલી કોર્ટના આરોપીઓને શરતી જામીન આપવાનો પણ આદેશ કર્યો છે. શરત હેઠળ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જામીન હેઠળના આરોપી તપાસ પ્રક્રિયામાં સહકાર આપશે અને પીડિતાને ધમકી આપશે નહીં.


આરોપ છે કે લગ્નના બહાને યુવકે મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ આરોપી થોડા દિવસો બાદ ફરાર થઈ ગયો હતો. પીડિતાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરીને કોર્ટ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આ પછી નીચલી અદાલતે તેની જામીન અરજી ફગાવી દીધા પછી આરોપીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે જ્યારે મહિલાની મરજી વિરુદ્ધ સંબંધ બાંધવામાં આવે છે ત્યારે IPCની કલમ 375 હેઠળ બળાત્કાર માની શકાય છે