Crime News:  મોરબીમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ દાખલ થઈ છે. ગત તારિખ ૭ ના રોજ આરોપી સગીરાને ભગાડી લઇ ગયો હતો. બાદમાં અલગ અલગ સ્થળે સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું  બાદમાં સગીરાને આરોપી ઘરે પરત મૂકી ગયો હતો. જે બાદ સગીરાએ પોતાની સાથે વિતેલી તમામ આપવીતિ પરિવારને કહી હતી. જે બાદ સગીરાની માતાએ મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધાવી છે. 


રાજકોટમાં ATSનું મોટુ ઓપરેશન



રાજકોટ: ગુજરાત ATS દ્વારા રાજકોટ જિલ્લામાં ઓપરેશન હાથ ધરી 214 કરોડની કિંમતના હેરોઈન ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. રાજકોટ- જામનગર હાઈવે પર આવેલા પડધરી ગામ નજીક ગતરાત્રિથી ATSએ ધામા નાંખ્યા હતા. ATS દ્વારા માહિતીના આધારે દરોડા પાડી 31 કિલો હેરોઈનનો જથ્થા સાથે ત્રણ આરોપીની અટકાયત કરી છે. 


આ ત્રણ પૈકી એક નાઈઝિરીયન નાગરિકની પોલીસે ધરપકડ કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યો છે.   જ્યાં કોર્ટે આરોપીના 24 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પકડાયેલા નાઈઝિરીયન શખ્સે કબૂલાત કરી કે હેરોઈનનો જથ્થો દિલ્હી પહોંચાડવાનો હતો. 


એક આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી


ATSની દરોડાની કાર્યવાહીમાં  હાલ એક આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે.  ઉલ્લેખનીય છે જિલ્લા અને ગ્રામ્ય પોલીસ ઉંઘતી ઝડપાઈ છે અને ATSએ કાર્યવાહી કરી મોટા પ્રમાણમાં નશાનો પદાર્થ ઝડપી પાડ્યો છે. 31 કિલો જેટલો મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો  તે પણ એક મોટો તપાસનો વિષય છે.  રાજકોટના જામનગર હાઈવે પર પડધરી ગામ નજીક ગઈકાલે રાત્રિથી કાર્યવાહી ચાલી રહી હતી.   મુદ્દમાલ સાથે એક આરોપીની પણ ધરપકડ કરાઈ છે. કોર્ટે 24 તારીખ સુધીના આરોપીના રિમાન્ડ મંજૂર પણ કરાયા છે. આ ડ્રગ્સ દિલ્હી પહોંચાડવાનો હતો.









ડ્રગસ મામલે રાજકોટના સરકારી વકિલ એસ.કે વોરાએ મહત્વનું નિવેદન આપ્યું છે.  નાઇઝીરિયાના ઓસોડીમાં રહેતા ઈકવુનાઈફ ઓકાફોર મર્સી નામનો શખ્સ દિલ્હીથી ઝડપાયો છે. 214 કરોડનું 31 કિલો હેરોઇન ડ્રગ્સ ઝડપાયું છે.  લોરેન્સ બીશ્નોઈ કેસના તપાસમાં મોટો ખુલાસો થયો છે. નાઇઝીરિયન શખ્સની પૂછપરછમાં પડધરી પાસે ડ્રગ્સ છુપાવ્યું હોવાનુંસામે  આવ્યું છે.  ATS દ્વારા નાઇઝીરિયન શખ્સને રાજકોટની કોમર્શિયલ કોર્ટમાં રજૂ કરતા 12 દિવસના કોર્ટે રિમાન્ડ મંજુર કર્યા છે. પાકિસ્તાનથી હેરોઇન ડ્રગ્સ રાજકોટ પહોંચ્યું હતું. હેરોઇન ડ્રગ્સ દિલ્હી પહોંચાડવાનું હતું. કુલ 5 શખ્સોની સંડોવણી ખુલી છે તે દિશામાં તપાસ શરૂ છે.  પડધરીના જાફર નામના શખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી છે.  રાજકોટ રૂરલ પોલીસ ઉંઘતી ઝડપાઇ છે. અનવર નામમાં શખ્સે પાકિસ્તાનથી ડ્રગ્સનો જથ્થો મોકલ્યો હોવાનું સામે આવ્યું છે. જાફરી નામના શખ્સે રિસીવ કર્યું હતું. બબલુ નામનો શખ્સ દિલ્હી પહોંચાડવાનો હતો. 30 કિલો 600 ગ્રામ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.