Crime News: અમદાવાદના શાહપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખુલ્લેઆમ હત્યાની ઘટના સામે આવી છે. રાત્રી દરમિયાન ખાનપુર વિસ્તારમાં ઉસ્માની મંજીલ પાસે પૈસાની લેતી દેતી મામલે શાહનવાઝ ઉર્ફે સાનુ બાબુ નામના આરોપીએ સાબીર હુસેન નામના વ્યકિતની હત્યા કરી નાખી. રાત્રિના 11 વાગ્યાની આસપાસ પીઠના ભાગે ચપ્પુ વડે હુમલો કરી હત્યા નિપજાવી હતી. હત્યાની ઘટનાને લઈને શાહપુર પોલીસ અને કારંજ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. 


પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પૈસાની લેતી દેતી મામલે આરોપી અને મૃતક વચ્ચે છેલ્લા કેટલાક સમયથી રકજક ચાલી રહી હતી. જે ગઈકાલે લોહિયાળ સાબિત થઈ અને શાહનવાઝ ઉર્ફે સાનુ બાબુએ સાબીર હુસેનની બેરહેમી પુર્વક રસ્તાની વચ્ચોવચ ખુલ્લેઆમ હત્યા કરી નાખી, જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં હત્યારો મૃતકને ચપ્પુના ઘા મારી હત્યા કરતાની સાથે જ ઘટના સ્થળ પર લોહી લુહાણ થઈ જાય છે. 




આ મામલે મૃતકના ભત્રીજાએ શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મૃતક દ્વારા પાંચ વર્ષ પહેલા આરોપી પાસે લગ્ન પ્રસંગ માટે રૂપિયા 20,000 હજારના લીધા હતા. જેની અવારનવાર આરોપી દ્વારા માંગણી કરવામાં આવતી હતી જેથી ગઈકાલે પૈસા લેવા માટે ખાનપુર વિસ્તારમાં બોલાવ્યો અને તેની હત્યા કરી નાખી. પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવી છે કે આરોપી સામે અગાઉ પાસા હેઠળ કાયૅવાહી થઇ ચૂકી છે. પોલીસે ઘટનાની ગંભીરતાને જોતા આરોપીને પકડવાની તજવીજ પણ હાથ ધરી છે.


ધ્રાંગધ્રામાં ધોળે દિવસે યુવકને છરીના ઘા મારીને તેની હત્યા કરી દેવાઇ છે.  દિનદહાડે યુવકની હત્યા થઇ જતાં શહેરમાં  ચકચાર મચી ગઇ છે. બે શખ્સો યુવકને  છરીના ઘા ઝીંકીને નાસી ગયા હતા.પ્રાથમિક તપાસમાં થોડા દિવસો પહેલા થયેલ બોલાચાલીના કારણે  મનદુઃખ થતાં બંને શખ્સોએ યુવકને છરીના ઘા ઝીંકીને મોતના ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને  યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. હાલ આરોપી ફરાર હોવાથી પોલીસે આરોપીને શોધવા માટે ચક્રોગતિમાન કર્યા છે.


પ્રાથમિક તપાસમાં જણાવ્યા મળ્યું છે કે, ત્રણેય શખ્સો વચ્ચે બોલાચાલી થઇ હતી જેના કારણે બંને શખ્સોને મનદુ:ખ થતાં રોષે ભરાયેલા બંને આરોપીએ યુવકને છરીના ઘા ઝીંકીને મોતના ઘાટ ઉતારી દીધો છે. ક્યાં કારણોસર યુવકની હત્યા કરવામાં આવી અને સમગ્ર ઘટનાને શા કારણે અંજામ આપવામાં આવ્યું તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. ધોળે દિવસ આ રીતે યુવકની હત્યા થઇ જતાં ઘટના હાલ શહેરમાં ચર્ચા સ્થાને છે.