ખેડાઃ ઊંઢેલા ગામમાં બંદોબસ્તમાં આવી રહેલ પોલીસ કર્મચારીનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મચારી રાકેશ જસવંતલાલ ગઢવીનું મોત નીપજ્યું છે. મૃતક પોલીસ કર્મચારી મહેમદાવાદ પાસેના વરસોલા ગામના વતની હતા. પોતાની પ્રાઇવેટ કાર લઇ ઊંઢેલા ગામ તરફ આવી રહ્યાં ત્યારે બની ઘટના બની હતી.
ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેરા ગામે નવરાત્રી દરમિયાન પથ્થરમારાની ઘટના ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. નવરાત્રિના તહેવારમા ગરબા રમવા બાબતે એક સમુદાયના 150 થી 200 લોકોના ટોળા દ્વારા હુમલા બાદ સ્થિતિ કાબુમાં છે. નવરાત્રી દરમિયાન તુળજા માતાના મંદિર પાસે અંદાજે 300 જેટલા ગરબા રમી રહેલા લોકો પર પથ્થરમારો કરાયો હતો. માતર પોલીસ,ખેડા LCB, SOG ની ટીમ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી હતી. પથ્થરમારાની ઘટનામાં 6 થી 8 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા.
ગઈ કાલે ઊંઢેલ ગામમાં બનેલ ઘટના અંગે ગામના સ્થાનિક લોકોએ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે પથ્થરમારાની ઘટના ખૂબ ભયાનક હતી. ગામના લોકોને પણ દાવો છે કે પથ્થર મારાની ઘટનાનું આયોજન વ્યવસ્થિત રીતે અગાઉથી જ કરવામાં આવ્યું હતું. સામે તરફથી પુરુષો અને મહિલાઓ લાકડીઓ લઈને હુમલા માટે તૈયાર હતી. પથ્થર મારાની ઘટના પહેલા હુમલાખોરના જૂથ દ્વારા તેમના ઘરની લાઈટ બંધ કરી દેવામાં આવી હતી, જેથી કરીને હુમલા અંગે જાણકારી ન થાય એ સ્થાન દાવો છે.
જ્યારે સરપંચની ચૂંટણી થાય ત્યારે સામા પક્ષે હાર થઈ હતી, જે બાદ તેની અદાવત રાખીને હાલના સરપંચ ઇન્દ્રવદન પટેલને લોહી લુહાણ કરવાની ધમકી આપવામાં આવી હતી, જેનો બદલો સામે જૂથ દ્વારા નવરાત્રી દરમિયાન ગઈકાલે રાત્રે લેવામાં આવ્યો. ગામના લોકોનું એ પણ કહેવું છે કે તેઓ શાંતિપૂર્ણ માહોલમાં ગરબા કરી રહ્યા હતા. આઠમનો દિવસ હતો એટલે નાના બાળકો દ્વારા વેશભૂષાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં બાળકો રામ, કૃષ્ણ લક્ષ્મણ વગેરેનો જે વેશ ધારણ કર્યો હતો. જોકે આ ઘટના બનવાથી મહિલાઓને નાના બાળકોમાં ભાઈનો માહોલ પણ ફેલાઈ ગયો હતો.
માતરના ઉંઢેરા ગામમાં ગરબા દરમિયાન બબાલ, પથ્થરમારામાં બે પોલીસકર્મી ઘાયલ
ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેરા ગામે નવરાત્રી દરમિયાન પથ્થરમારાની ઘટના બની છે. નવરાત્રીના તહેવારમા ગરબા રમવા બાબતે એક સમુદાયના 150 થી 200 લોકોના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. તુળજા માતાના મંદિર પાસે અંદાજે 300 જેટલા ગરબા રમી રહેલા લોકો પર પથ્થરમારો કરાયો. માતર પોલીસ,ખેડા LCB, SOG ની ટીમ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પથ્થરમારાની ઘટના માં 6 થી 8 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા છે. ઘટનાના પગલે ખેડા ડીએસપી રાજેશ ગઢીયા, ખેડા Dysp વી.આર.બાજપાઈ , માતર મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઉંઢેરા ગામે દોડી આવ્યા હતા અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસની હાજરીમાં કરવામાં આવેલા પથ્થરમારા માં બે જેટલા પોલીસ જવાન ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિકનો કહેવા મુજબ, અહીંયા ગરબા નહીં રમવાના તેમ કહી પથ્થરમારો કરાયો હતો.ગુજરાતના વડોદરામાં ગરબા બાદ બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જે બાદ તંગદિલીનો માહોલ સર્જાયો છે. ઘટના સાવલીની છે જ્યાં બે જૂથના લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો, જેની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘણા લોકોની અટકાયત કરી હતી. સાથે જ આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.