Crime : અમદાવાદ જવા માટે લિફ્ટ લેનાર મહિલા સાથે ભયંકર ઘટના, દુષ્કર્મ બાદ બાળકની પણ હત્યા

અમદાવાદ જવા માટે અજાણી વ્યક્તિથી લિફ્ટ લેવી મહિલાને બહુ ભારે પડી. દુષ્કર્મની સાથે બાળકની પણ થઇ ગઇ હત્યા, જાણીએ શું છે સમગ્ર ઘટના

Continues below advertisement

Crime News:  ધોળકા નજીક હાઇવે પર રાત્રિના અંધકારમાં અમદાવાદ જવા માટે ટ્રકની લિફ્ટ લઇ બેઠેલી એક  મહિલા સાથે દૂષ્કૃત્યનો બનાવ બન્યો, ડ્રાઇવરે બાળકને ટ્રકમાંથી ફેંકતા તેમનું પણ મોત થઇ ગયું..

Continues below advertisement

રાજસ્થાનની ડ્રાઇવરે  રોડ પર અંતરિયાળ માર્ગ ઉપર જઇ દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહિ આરોપી શખ્સે મહિલા સાથે રહેલા દોઢ વર્ષના બાળકનો છૂટો ઘા કર્યો હતો. જેના કારણે  રોડ પર આતા વાહનમાં બાળક કચડાઇ જતાં  બાળકનું  કમકમાટીભર્યુ મોત થયું હતું.આ મામલે ધોળકા પોલીસે મહિલા સાથે દુષ્કર્મ અને બાળકની હત્યાની કલમ ઉમેરી રાજસ્થાનના શખ્સની ધરપકડ કરી લીધી છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો અમદાવાદના ચંદ્રોડા તળાવ આસપાસના વિસ્તારમાં રહેતી 30 વર્ષીય મહિલા ધોળકાના ગાય સર્કલ નજીક પરત ઘરે જવા  માટે રોડ પર ઉભી હતી. દરમિયાન મહિલાએ ટ્રકમાં લિફ્ટ  માંગી હતી. જો કે  ટ્રકના ડ્રાઇવરે મહિલાની એકલતાનો લાભ લઇ ને અંધારામાં ટ્રક બીજી તરફ લઇ જઇને  કેબિન બંધ કરીને મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ પીડિતાની ફરિયાદ મુજબ આરોપીએ ફરિયાદ કરવા બદલ મારી નાખવાની પણ ધમકી આપી હતી.બાદમાં મહિલા ડ્રાઇવરને ધક્કો મારીને નીચે કૂદી ગઇ હતી. આ દરમિયાન તેમની સાથે બાળકનો ડ્રાઇવરે છુટો ઘા કરતા બાળક રોડ આવતા વાહનમાં કચડાઇ ગયો હતો.

આરોપીની મળતી માહિત મુજબ આરોપી ડ્રાઇવર જાફરાબાદ જઇ રહ્યો હતો..તે  6 મેના રોજ અસલાલીથી પરચુરણ સામાન ભરી ઝાફરાબાદ જવા નીકળ્યો હતો. સામાન્ય રીતે તેની સાથે કંડક્ટર હોય છે. પરંતુ આ કંડક્ટરને ગામડે જવાનું હોવાથી ટ્રીપના એક દિવસ પહેલાં જતો રહેતા ચરણસીંગ એકલો જ ઝાફરાબાદ જવા નીકળ્યો હતો.ડ્રાઇવરની કલીકુંડમાંથી જ ધરપકડ કરવામાં આવી હતી.  પૂછપરછ દરમિયાન હત્યા અને દુષ્કર્મના આરોપો ડ્રાઇવરે કબુલતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.                                                                                                            

 

Continues below advertisement
Sponsored Links by Taboola