પાલનપુરઃ બનાસકાંઠાના પાલનપુર પાસેના ગામની બ્યુટીપાર્લરનું કામ કરતી યુવતી પર યુવકે અલગ અલગ જગ્યાએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. આ અંગે યુવતીએ માલણ ગામના શખ્સ સામે પોલીસ ફરિયાદ કરતા પાલનપુર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, પાલનપુર પાસેના ગામની બ્યુટી પાર્લર સાથે સંકળાયેલી વિધવા યુવતી ગત 2019માં માલણ ગામના યુવકના સંપર્કમાં આવી હતી. યુવકે યુવતી સાથે પરિચય કેળવી અને તેની એકલતાનો લાભ લઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી યુવતીને અલગ અલગ જગ્યાએ લઈ જઈ પરાણે શરીરસંબંધ બનાવ્યા હતા.
એટલું જ નહીં, યુવતી પાસેથી 1.65 લાખ રૂપિયા પણ પડાવ્યા હતા. યુવતીએ યુવક સાથે શરીરસંબંધ બાંધવાનો ઇનકાર કરતાં આ શખ્સે યુવતીને સમાજ અને તેના બાળકો સામે બદનામ કરવાની ધમકી આપી હતી. આ પછી પણ યુવતીની મરજી ન હોવા છતાં વારંવાર શરીરસંબંધ બાંધ્યા હતા.
અંતે યુવકની હરકતોથી કંટાળેલી વિધવા યુવતે માલણના યુવક સામે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.
પાલનપુરઃ બ્યુટી પાર્લર ચલાવતી યુવતી સાથે યુવકે પાર્લરમાં બાંધ્યા શારીરિક સંબંધ, પછી ક્યાં ક્યાં લઈ જઈ પરાણે માણ્યું શરીર સુખ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Jan 2021 10:04 AM (IST)
પાલનપુર પાસેના ગામની બ્યુટી પાર્લર સાથે સંકળાયેલી વિધવા યુવતી ગત 2019માં માલણ ગામના યુવકના સંપર્કમાં આવી હતી. યુવકે યુવતી સાથે પરિચય કેળવી અને તેની એકલતાનો લાભ લઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી યુવતીને અલગ અલગ જગ્યાએ લઈ જઈ પરાણે શરીરસંબંધ બનાવ્યા હતા.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -