Crime News: જૂનાગઢના વિસાવદર પંથકમાં દુષ્કર્મનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. એક મહિલાએ ગામના સરપંચ અને ઉપ સરપંચ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ફરિયાદ બાદ પોલીસે પોલીસે સરસઈ ગામના સરપંચ ચેતન દુધાતની ધરપકડ કરી છે. જ્યારે ઉપ સરપંચ જયદીપ લાખાણી પોલીસ પકડથી હજુ દૂર છે. આ ઉપરાંત અન્ય આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. 


 છોટાઉદેપુરમાં અન્ય યુવતી સાથે લગ્ન કરવા પતિને પત્નીને ઉતારી મોતને ઘાટ


છોટાઉદેપુરના કોલી ગામે પતિએ પત્નીની હત્યા કરી નાખી છે. આરોપી દિતિયા નાયકાએ પત્ની પીનાબેનના માથામાં દંડો મારી મોતને ઘાટ ઉતારી દીધી. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર બીજી પત્ની કરવા માટે પતિએ પત્ની પીનાબેન સાથે પહેલા ઝઘડો કર્યો અને બાદમાં હત્યા કરી નાખી. હત્યાની ઘટના બનતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને રંગપુર પોલીસે આરોપી દિતિયાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 


પહેલા બંધાવી રાખડી, પછી લગ્ન કરીને ધરબી દીધી ગોળી


હરિયાણાના સોનીપત જિલ્લાના ગુમાડ ગામમાં તેની માસીના ઘરેથી કેનેડા ભણવા ગયેલી એક વિદ્યાર્થીનીના જીવનનો દુઃખદ અંત આવ્યો. યુવતીના કાકીના પાડોશી સુનિલ ઉર્ફે શીલા કેનેડા ગયાના 17 દિવસ બાદ જ તેને પરત બોલાવી હતી. આટલું જ નહીં, તેણે તેની સાથે આર્ય સમાજ મંદિરમાં લગ્ન પણ કર્યા હતા.  


જૂન 2022માં બોલાચાલી થયા બાદ  આરોપી તેને ગન્નૌરમાં એક નિર્જન સ્થળે લઈ ગયો અને માથામાં બે વાર ગોળી મારીને તેની હત્યા કરી. ભિવાની CIA-2ની ટીમે આ કેસમાં ખુલાસા બાદ હવે યુવતિના શરીરના અવશેષોનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. મેડિકલ બોર્ડ દ્વારા કરવામાં આવેલા પોસ્ટમોર્ટમમાં બાળકીની ખોપરીની અંદરથી ગોળી મળી આવી હતી. જેને પોલીસે કબજે કરી લીધો છે. પોલીસે આરોપીને દસ દિવસના રિમાન્ડ પર લઈને ઘટનામાં વપરાયેલી કાર અને હથિયાર રિકવર કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે.


શું છે મામલો