Crime News: પોરબંદરના છાયા વિસ્તારમાં આધેડ મહિલાની હત્યા કરવામાં આવી છે. છાયા વિસ્તારમાં રહેતા શાંતિબેન ડોડીયાની હત્યાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પરિવારમાં આંતરિક ઝગડામાં મહિલાની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમીક અનુમાન છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. હત્યાનું સાચું કારણ પોલીસ તપાસ બાદ જ સામે આવશે. પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાક્રમને લઈને તપાસ શરુ કરી છે. 


સુરતમાં ફરી ખેલાયો ખુની ખેલ


સુરતમાં ફરી હત્યાની ઘટના સામે આવી છે. શહેરના સચિન વિસ્તારની હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. 22 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે. અજાણ્યા ઇસમો દ્વારા યુવકને ચાકુના ઘા મારી હત્યા કરી હતી. ઘટનાની જાણ થતા સચીન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક યુવકનું નામ અક્રમ વસીમ હાસ્મી છે. જૂની અદાવતમાં હત્યા થઈ હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


સુરતમાં પિતાએ ખેલ્યો ખુની ખેલ


સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પિતા દ્વારા પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હુમલો છે. પિતાએ કરેલા હુમલામાં પુત્રીનું થયું છે. પિતાએ 17થી વધુ ઘા મારી પુત્રીની હત્યા કરી નાખી છે. આ ઘટના સુરતના કડોદરા સત્યમ નગર ખાતે બની છે. પિતાએ પરિવારના પાંચ સભ્યો પર હુમલો કર્યો છે.


આ અંગે મળતી માહિતી પ્રમાણે ટેરેસ પર સુવા બાબતે પતિ પત્ની વચ્ચે ઝગડો થયો હતો. જે બાદ આવેશમાં આવીને દીકરી,ત્રણ દીકરા અને પત્ની પર હુમલો કર્યો હતો. મોટા છરા વડે આધેડે ઘરના સભ્યો પર હુમલો કર્યો હતો. માતાને બચાવવા જતા દીકરી મોતને ભેટી હતી. દીકરીના મોઢા અને હાથ પર 17 જેટલા ઘા મારવામાં આવ્યા હતા. હાલમાં બે દીકરા અને પત્ની સારવાર હેઠળ છે. કડોદરા પોલીસે પિતા રામાનુજ સાહુને ડિટેન કર્યો છે. દીકરી ચંદા સાહુનું મોત નિપજ્યું છે.


સુરતમાં વધુ એક બાળકી પિંખાઈ


સુરત શહેરના વેસુ વિસ્તારમાં વીઆઈપી રોડ પર નંદનવન ટુની બાજુમાં નવી બંધાતી બિલ્ડીંગમાં કામ કરતા  12 વર્ષની દીકરી પર ત્યાં જ કામ કરતા વિધર્મી યુવકે નજર બગાડી હતી. બાર વર્ષની કિશોરીને લલચાવી ફોસલાવી તેvs ત્યાંથી ભગાડી જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જેથી બનાવને પગલે કિશોરીના પરિવારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિધર્મી યુવક સામે બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.