દાહોદ: ટ્રેન નીચે આવી જતા વ્યક્તિનું મોત નિપજ્યું છે. દાહોદના રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ નજીક ટ્રેક પર આ ઘટના બની હતી. માલગાડી ટ્રેન નીચે આવી જતા યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજતા અરેરાટી મચી ગઈ હતી. મૃતક દાહોદના સહાડા ગામનો હોવાનું આધાર કાર્ડ પરથી જાણવા મળ્યું છે. રેલ્વે પોલીસ ઘટના સાથે પહોંચી વધુ કાર્ય હાથ ધરી છે. આ ઉપરાંત મૃતકના પરિજનોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.


દેવાયત ખવડને લાગ્યો ઝટકો


મારામારીના કેસમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં આજે કોર્ટે દેવાયત ખવજના રિમાન્ડ મંજૂર કર્યા છે. દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સોમવારે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ પોલીસ દ્વારા 5 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસ દ્વારા દેવાયત ખવડ, કાનો રબારી અને કિશન કુંભારવાડિયાને કોર્ટમાં રિમાન્ડની માંગણી અર્થે રજૂ કરવામાં આવ્યા હતાં.


દેવાયત બાદ તેમના સાથીઓ પણ પોલીસ સામે થયા હાજર


લોકસાહિત્યકાર દેવાયત ખવડ ગઈકાલે પોલીસ સમક્ષ હાજર થયો હતો અને હવે આજે તેમના સાથીઓ પણ પોલીસ સમક્ષ હાજર થયા છે. હરેશ ઉર્ફે કાનો રબારી અને કિશન કુંભારવાડીયા પોલીસ સમક્ષ હાજર થયા છે. દેવાયત બાદ અન્ય બે આરોપીઓ પણ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા. દેવાયતની માફક અન્ય આરોપીઓને પણ પોલીસ પકડી શકી નહોતી. જેને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા હતા.


તો બીજી તરફ લોકસાહિત્યકાર દેવાયત ખવડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. તપાસનિશ અધિકારી એ ડિવિઝનના પીઆઈએ રિમાન્ડની માંગણી કરી હતી. દેવાયત સામે અગાઉ ગુનો નોંધાયેલ છે તેનો ઉલ્લેખ પીઆઈએ કર્યો હતો. દેવાયત ખવડે હજુ સુધી ક્યા આશ્રય લીધો તે ન બોલતા હોઈ તેની રજુઆત કરાઈ હતી. દેવાયત ખવડના વકીલ ઉત્કર્ષ દવેએ દલીલો કરી હતી. રિમાન્ડની માગણી સામે વાંધો રજૂ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને કહ્યું કે, આગોતરા અરજી મૂકી હતી એને નાસ્તા ફરતા કઈ રીતે કહી શકાય. દેવાયતના વકીલે આખી એફઆઈઆર વાંચી ઉલ્લેખ કર્યો હતો.


આ ઉપરાંત દેવાયતના વકીલે 307 કલમ સામે પણ વાંધો લીધો હતો. ચપ્પુ મારીયુ હોઈ તો હત્યાનો પ્રયાસનો ગુનો લાગતો નથી. કલમ 307 દૂર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી. દેવાયતના વકીલ દ્વારા સેશન્સ કોર્ટના વકીલ સામે ધારદાર દલીલો કરી હતી. વકીલે જુના ચુકાદાઓ ટાંકીને રજૂઆત કરી હતી.