Gujarat News: ગુજરાત ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું છે, જેને જોઈ ખુદ ધારાસભ્ય અક્ષય પટેલ ચોંકી ઉઠ્યા હતા. અક્ષય પટેલે લખ્યું કે, મારા નામનું કોઈએ ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું છે , આ એકાઉન્ટ મારૂ નથી, આપ કોઈએ રિકવેસ્ટ ઍક્સેપટ કરવી નહીં અને પૈસાની લેવડ દેવડ કરવી નહીં. ધારાસભ્યનું ફેક ફેસબુક એકાઉન્ટ કરજણમાં ચર્ચાનો વિષય બન્યો છે.


સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોને આપ્યો ઝટકો, સમીક્ષા અરજી ફગાવી


 બિલકિસ બાનોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોની સમીક્ષા અરજી ફગાવી દીધી છે. આ અરજીમાં બિલકિસ બાનોએ તેના દોષિતોને મુક્ત કરવાનો વિરોધ કર્યો હતો. બિલ્કિસ બાનોએ તેની અરજીમાં 2002માં તેના પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સભ્યોની હત્યા કરવા બદલ દોષિત 11 લોકોની વહેલી મુક્તિને પડકારી હતી.


અગાઉ, સુપ્રીમ કોર્ટે આ અરજી પર વહેલી સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. બિલ્કિસ બાનો તરફથી હાજર રહેલા એડવોકેટ શોભા ગુપ્તાએ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચને વિનંતી કરી હતી કે આ મામલાની સુનાવણી માટે બીજી બેન્ચની રચના કરવાની જરૂર છે. જેના પર CJI ચંદ્રચુડે કહ્યું, "રિટ પિટિશન સૂચિબદ્ધ કરવામાં આવશે. એક જ વસ્તુનો વારંવાર ઉલ્લેખ કરશો નહીં."


શું છે બિલ્કીસ બાનો કેસ?


2002માં ગોધરા ટ્રેન સળગાવાને પગલે થયેલા રમખાણો દરમિયાન બિલકીસ બાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરવામાં આવી હતી. ઘટના સમયે બાનો 21 વર્ષની હતી અને તે પાંચ મહિનાની ગર્ભવતી હતી. 21 જાન્યુઆરી, 2008ના રોજ, સીબીઆઈની વિશેષ અદાલતે 11 લોકોને દોષિત ઠેરવ્યા અને તેમને આજીવન કેદની સજા સંભળાવી. આ વર્ષે 15 ઓગસ્ટે ગુજરાત સરકારે તમામ દોષિતોને જેલમાંથી મુક્ત કર્યા હતા.


પંતે બતાવી ચપળતા, કોહલીએ છોડલો કેચ ગજબ રીતે પકડ્યો


ચિત્તાગોંગમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસ દરમિયાન ઉમેશ યાદવે બીજા દાવમાં નઝમુલ હુસૈન શાન્ટોને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. શાન્ટોએ ઝાકિર હસન સાથે મળીને બાંગ્લાદેશને સારી શરૂઆત અપાવી અને પ્રથમ વિકેટ માટે 119 રન જોડ્યા. ભારતને તેની પ્રથમ વિકેટ 47મી ઓવરના પ્રથમ બોલમાં મળી. ઉમેશની બોલિંગમાં શાન્ટોના બોલે બહારનો કિનારો લીધો અને પ્રથમ સ્લિપમાં વિરાટ કોહલી પાસે ગયો. કોહલીએ જમણી તરફ જઈને કેચ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ હાથમાંથી છટકી ગયો. જે બાદ નજીકમાં ઉભેલા વિકેટકીપર ઋષભ પંતે ચતુરાઈ બતાવી અને બીજા પ્રયાસમાં બોલ કેચ કર્યો.