દમણ: સંઘ પ્રદેશ દમણમાં એક હચમચાવતી ઘટના સામે આવી છે.  અહીં દમણમાં આવેલા એક બારમાં લોહિયાળ ખેલ ખેલાયો હતો. દમણના કચીગામમાં આવેલા દિપાલી બારમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે.  બારમાં આજુ બાજુના ટેબલ પર પાર્ટી કરવા  બેસેલા વ્યક્તિઓ  વચ્ચે ઝઘડો થયો હતો.  કોઈ વાતને લઈ  મારામારી કરવામાં આવી હતી. બાદમાં એક યુવક પર  જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.  આ જીવલેણ હુમલામાં 25 વર્ષીય એક યુવકની હત્યા કરવામાં આવી છે.  દમણના એક બારમાં યુવકની થયેલી આ હત્યાની ઘટનાને લઈ ખળભળાટ મચી ગયો છે. બારમાં યુવકની હત્યા કરવામાં આવતા ત્યાં બેસેલા તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. 




આ મારામારીની ઘટનામાં બે લોકો થયા ઈજાગ્રસ્ત


આ મારામારી ઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  આરોપીને શોધવા માટે દમણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દિપાલી બારમાં થયેલી આ મારામારીની ઘટનામાં બે યુવકો ઇજાઓ પહોંચી છે. આ યુવકોને  સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ગંભીર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા દમણ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. 



 


યુવકો વચ્ચે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ


સમગ્ર અહેવાલ અનુસાર,  વલસાડની નજીક આવેલા  સંઘ પ્રદેશ દમણના કચિગામમાં દીપાલી બાર આવેલો છે. અહીં  શુક્રવારે રાત્રે આજુબાજુના અલગ-અલગ ટેબલ ઉપર બેસલા યુવકો વચ્ચે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ હતી. આ યુવાનો વચ્ચે થયેલી બબાલ ઉગ્ર બની જતા વાપીના એક યુવક અને સામે વાળા યુવાનો વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. બંને વચ્ચે થયેલો આ ઝઘડો એટલો ઉગ્ર બની ગયો હતો કે  ઉશ્કેરાઈ ગયેલા યુવકોએ અન્ય એક યુવક ઉપર છરી વડે હુમલો કરી દિધો હતો. આ યુવક પર કરવામાં આવેલા હુમલામાં તે યુવકનું ઘટના સ્થળે જ જ મોત થયું હતું. દિપાલી બારમાં થયેલી આ મારામારીની ઘટનામાં બે યુવકો ઇજાઓ પહોંચતા તેમને  સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ગંભીર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા દમણ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. દમણ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો વધુ  વધુ તપાસ હાથ ધરી હતી.