Crime News: અમદાવાદમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા થાય તેવી ઘટના સામે આવી છે. ચાંદખેડામાં ગેન્ગવોરમાં એક યુવકની હત્યા કરાઈ છે. મોટેરા સ્ટેડિયમ પાસે વહેલી સવારે બે ગેંગ વચ્ચે ઝઘડો થયો હતો. ગેન્ગવોરમાં એક યુવકનું મોત થયું છે. જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.


આ અંગે વિગતે વાત કરીએ તો, અમદાવાદમાં ફરી એક વખત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદના ચાંદખેડામાં જાહેર રોડ પર ખુની ખેલ ખેલાયો હતો. બોપલમાં એક વિદ્યાર્થીની છરીના ઘા મારીને હત્યા બાદ ચાંદખેડામાં ગેન્ગવોરમાં એક યુવકનું મોત થયું છે. મોટેરા સ્ટેડિયમ પાસે વહેલી સવારે ગેન્ગવોરમાં એક યુવકનું મોત થયું છે. એક જ કોમના બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં સરદારજી ગોપાલ વણઝારા નામના યુવકનું મોત થયું હતું. આ ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે.


ચાંદખેડા વિસ્તારમાં બે ગાડીમાં આવેલા લોકોએ એક બીજા પર હુમલો કરીને આતંક મચાવ્યો હતો. ખુલ્લેઆમ અમદાવાદમાં ફરી એક વખત ગેન્ગવોર જેવી સ્થિતિ જોવા મળતા સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે. એક યુવકની હત્યા કર્યા બાદ લોકો ધારિયા સહિતના તીક્ષ્ણ હથિયાર છોડીને નાસી છુટ્યા હતા. મૃતક કોતરપુર વિસ્તારનો હોવાનું જાણવા મળે છે. આ બે જૂથ વિરૂદ્ધ અગાઉ પણ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાઇ ચુક્યો હોવાનું જાણવા મળે છે. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. ચાંદખેડા પોલીસે હત્યાનો ગુનો નોંધી ગુનેગારોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


આ પહેલા બોપલમાં પોલીસે વિદ્યાર્થીની હત્યા કરી હતી


અમદાવાદના બોપલ વિસ્તારમાં 10 નવેમ્બર રવિવારના રોજ થયેલી વિદ્યાર્થીની હત્યા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસે હત્યારાની ઓળખ કરી લીધી છે અને તેમની પંજાબથી ધરપકડ પણ કરી લેવામાં આવી હોવાની વાત સામે આવી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર વિદ્યાર્થી પ્રિયાંશું જૈનની હત્યા કરનારો પોલીસકર્મી જ નિકળ્યો છે. પોલીસકર્મી વિરેંદ્રસિંહ પઢિયારે હત્યા કર્યાની કબૂલાત કરી છે.


અમદાવાદનો પોલીસકર્મી જ  વિદ્યાર્થીનો હત્યારો નિકળતા અનેક સવાલો ઉઠ્યા છે. રક્ષક જ ભક્ષક નિકળતા પોલીસની કામગીરી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોંસ્ટેબલ  વિરેંદ્રસિંહ પઢિયારે MICAના વિદ્યાર્થીની હત્યા કર્યાની વાતથી સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. વિરેંદ્રસિંહ પઢીયાર હત્યા કર્યા બાદ પંજાબ ફરાર થયો હતો. જે બાદ પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા કર્યા. પોલીસે કેચમા આધારે આરોપી શોધખોળ આદરી હતી. અમદાવાદ સીટી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની અટકાયત કરવામાં આવી છે.


આ પણ વાંચો...


SMCના PSI જેએમ પઠાણના મોત મામલે પોલીસને મળી મોટી સફળતા, ટ્રેલરના ડ્રાઇવરની રાજસ્થાનમાંથી ધરપકડ