Crime News: સુરતના પાંડેસરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા કરવામાં આવી છે. પાંડેસરા પ્રમુખ પાર્ક બ્રિજ પાસે નાસ્તાની દુકાને એક યુવકની વિભૂતિ નામના યુવક સાથે સામાન્ય બોલાચાલી થતાં વિભૂતિએ લાકડાનો ફટકો વડે હુમલો કરી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ પ્રમુખ પાર્ક બ્રિજ નીચે રહેતો વિનોદ કુમાર બ્રિજની નીચે આવેલ એક ચા નાસ્તાની દુકાનમાં ગયો હતો. ચા નાસ્તાની દુકાન ધરાવતા વિભૂતિ શાહુ સાથે વિનોદ કુમારની ચા નાસ્તાના બાકી નીકળતા પૈસાને લઈ સામાન્ય બોલાચાલી થઈ હતી. બોલાચાલી વધુ ઉગ્ર થતા વિભૂતિ જયરામ શાહુ અને અન્ય તેના સાગરીતોએ મળી એકાએક વિનોદ કુમાર પર લાકડાના ફટકા વડે હુમલો કરી દીધો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ વિનોદ કુમારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ પાંડેસરા પોલીસને થતા તાત્કાલિક પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મરણજનાર વિનોદ કુમારનો મૃતદેહ પીએમ અર્થ નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આરોપીને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે એસીપી ઝેડ આર દેસાઈ જણાવ્યું હતું કે પાંડેસરા પોલીસ મથકના વિસ્તારમાં ડીંડોલી બ્રિજ નીચે નાસ્તાની લારી પર સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. સામાન્ય બોલાચાલી ઝઘડા સુધી પહોંચી જતા વિભૂતિ શાહુ નામના આરોપીએ વિનોદ કુમાર નામના ઈસમને ફટકો મારતા મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ પાંડેસરા પોલીસને થતા તાત્કાલિક ઘટનાની સ્થળે દોડી આવી વિભૂતિ નામના ઈસમ સહિત તેની સાથે સંકળાયેલા અન્ય ઇસમો વિરોધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. હત્યાનું મુળ કારણ પૈસાની નાની મોટી લેવડ દેવળ હતી. નાસ્તાની લારી પર પૈસાની ઉઘરાણી કરતા હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.
એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતી પર કર્યો હુમલો
જૂનાગઢના કેશોદમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી યુવતી પર હુમલો કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, જૂનાગઢના કેશોદમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતી પર હુમલો કર્યો હતો. ઘાયલ યુવતી હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોપી યુવક સાસણનો રહેવાસી છે. આરોપી સાસણથી કેશોદ આવી યુવતીના ઘરે પહોંચ્યો હતો અને લગ્ન માટે બોલાચાલી કરી હતી અને બાદમાં યુવતીને 18 જેટલા તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા હતા. જેથી યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. બાદમાં તેને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે.