Cooking Tips : દૂધી સૂપ શરીર માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે.વજન ઘટાડવાથી, તે પાચન સુધારી શકે છે.તમે તેને ઘરે જ સરળતાથી તૈયાર કરી શકો છો. આવો જાણીએ તેની રેસિપી


દૂધી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે વજન ઘટાડવાથી પાચનમાં સુધારો કરી શકે છે. તમે તેની અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. પરંતુ જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો દૂધીમાંથી બનાવેલ સૂપ ખાઓ. દૂધીનું  સૂપ વજન ઘટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે. આ સાથે ક્રેવિંગને પણ શાંત કરી શકો છો. આપ  સાંજના નાસ્તા માટે અથવા ભૂખ ઓછી કરવા માટે બોટલ ગૉર્ડ સૂપ તૈયાર કરી શકો છો. આ સૂપ તૈયાર કરવું ખૂબ જ સરળ છે. આવો જાણીએ કેવી રીતે બનાવશો આ સૂપ


દૂધીનું સૂપ આ રીતે કરો તૈયાર


આવશ્યક સામગ્રી


દૂધી -  250 ગ્રામ


દેશી ઘી - 1/2 ચમચી


જીરું - 1/4 ચમચી


સ્વાદનુસાર નમક


મરી  અને લાલ મરચું - સ્વાદ મુજબ


બનાવવાની વિધિ



  • દૂધીનું  સૂપ તૈયાર કરવા માટે, પહેલા દૂધીની છાલ ઉતારી લો.

  • આ પછી તેને નાના-નાના ટુકડા કરી કુકરમાં મૂકી દો.

  • હવે 1 ગ્લાસ પાણી ઉમેરો અને 2 સીટી વાગે ત્યાં સુધી પકાવો.

  • આ પછી જ્યારે દૂધી  સારી રીતે ઉકળી જાય ત્યારે તેને એક બાઉલમાં કાઢી લો.

  • હવે તેમાં દેશી ઘી, મીઠું અને કાળા મરીનો પાવડર ઉમેરીને સર્વ કરો.


દૂધીના સૂપના ફાયદા



  •  દૂધીના સૂપ પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

  • પાચન સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે દૂધીનું સૂપ પી શકો છો.

  • દૂધીનું  સૂપ કબજિયાતની સમસ્યાને દૂર કરી શકે છે.

  • દૂધીનું સૂપ આંખના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

  • દૂધીના  સૂપમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે.

  • આ સૂપ બાળકો માટે પણ આરોગ્યપ્રદ છે. આનાથી તેઓ સારી રીતે વિકાસ કરી શકે છે.

  • વધતી ઉંમરના બાળકોને દૂધીનું સૂપ આપી શકાય છે.

  • શરીરમાં હોર્મોન્સને સંતુલિત કરવા માટે  દૂધીનું સૂપ  ઉત્તમ છે.

  •  

  • હૃદય રોગથી બચવાના આ  છે 7 ઉપાય

    હૃદય રોગથી બચવાના આ  છે 7 ઉપાય

  • હૃદયરોગથી બચવા માટે એક્ટિવ રહો

  • હેલ્ધી ફેટને ડાયટમાં કરો સામેલ

  • સબ્જી,નટ્સ,સીડ્સમાં હેલ્ધી ફેટ છે

  • ઘૂમ્રપાન કરવાથી હૃદયરોગનું જોખમ વઘે છે.

  • મેદસ્વીતા પણ ધમની પર પ્રેશર લાવે છે

  • અનહેલ્ધી ફૂડને કહો અલવિદા

  • ગૂડ કોલેસ્ટ્રોલ વધારતાં ફૂડ ખાઓ

  • હૃદયને સ્વસ્થ રાખવા ઓરલ હેલ્થ જરૂરી

  • દાંતને સ્વચ્છ રાખો