SURAT : સુરતમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. આ કેસમાં કોર્ટે દુષ્કર્મ આચરનાર અફરોજ મહેરાબ ખાનને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે બાળકીના પરિવારને વળતર પેટે સાત લાખ રૂપિયા અને આરોપીને એક લાખ રૂપિયાનો આર્થિક દંડ પણ ફટકાર્યો છે. દુષ્કર્મની આ ઘટના બે વર્ષ પહેલા સુરતના સગરામપુરામાં બની હતી. 


બે વર્ષ પહેલા સગરામપુરામાં બની હતી ઘટના 
સુરતના સગરામપુરામાં આજથી બે વર્ષ પહેલાં રૂપિયા 10 ની લાલચ આપીને આઠ વર્ષીય બાળકીને અફરોજ મહેરાબ ખાન નામના યુવકે પોતાના ઘરમાં ખેંચી જઈ તેની સાથે બળાત્કાર કર્યો હતો. આ ઘટનામાં પોલીસે અફરોજ મહેરાબ ખાનને  પોલીસે ઝડપી પાડ્યો હતો. આ કેસ સુરત કોર્ટમાં ચાલી જતા આજરોજ સુરત કોર્ટ આરોપીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો હતો


હવસખોરે બાળકીનો હોઠ કરડી ખાધો હતો 
આજથી બે વર્ષ પહેલાં સુરતના સગરામપુરામાં વિસ્તારમાં રહેતી 8 વર્ષીય બાળકી ગુટખા લેવા માટે ઘરની બહાર નીકળી ત્યારે પાડોશમાં રહેતા મૂળ બિહારના અફરોજ મહેરાબ ખાને બાળકીને 10 રૂપિયાની લાલચ આપી અને ઘરમાં ખેંચી ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. હવસખોર યુવકે બાળકીના હોઠ કરડી ખાધા હતા અને બાળકીના ગુપ્તાંગના ભાગે ઈજાઓ પણ પહોંચાડી હતી. 


કોર્ટે આજીવન કેદ સાથે એક લાખનો દંડ ફટકાર્યો 
આ મામલે બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ અફરોજને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.  આ મામલે અઠવા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી. આ કેસ સુરતની કોર્ટમાં ચાલી જતા સુરત કોર્ટ આરોપીને અફરોજ મહેરાબ ખાનને આજીવન કેદ એટલે કે જીવનન અંતિમ શ્વાસ સુધીની સજાનો હુકમ કર્યો હતો. સરકાર તરફે એપીપી એસ.એસ.પાટીલે દલીલો કરી હતી. કોર્ટે આરોપીને એક લાખનો દંડ પણ કર્યો હતો અને પીડિતાને રૂપિયા 7 લાખ વળતર પેટે આપવા પણ જણાવ્યું હતું.


આ ઉપરાંત કોર્ટે પોતાના ચુકાદામાં નોંંધ્યુ હતુ કે, બનાવથી ભોગ બનનાર બાળાના બાકીની સામાન્ય જીંદગી ઉપર પણ અસર પડી છે અને બળાત્કારનો ગુનો માત્ર શરીરને અસર કરે તેવો ગુનો તો છે, પરંતુ વ્યક્તિના આત્માનું મૃત્યુ થાય તેવો ગુનો બને છે.