Natural Farming: પ્રાકૃતિક કૃષિ એટલે તર્કસંગત કૃષિ. પ્રકૃતિના નિયમોને જાણી, પ્રકૃતિને પોતાની રીતે વિકસીત થવામાં મદદરૂપ ખેતી. પ્રાકૃતિક કૃષિમાં પિયત વ્યવસ્થા આવા જ તર્ક અને તારણોથી ગોઠવવામાં આવી છે જેથી સંશાધનોનો બચાવ પણ થાય અને ઉત્પાદન પણ વધે. ગુજરાતનો ખેડૂત હવે આધુનિક બન્યો છે અને સાથે સાથે પ્રાકૃતિક ખેતીનું મહત્વ પણ સમજતો થયો છે. ગાય આધારિત ખેતી કરીને રસાયણોથી દૂર કુદરતી પાકનું ઉત્પાદન કરીને તે સીધા ગ્રાહકો સુધી પહોંચાડી સારી એવી કમાણી કરી રહ્યા છે.


ગુજરાતમાં ડાંગ જિલ્લાને પ્રાકૃતિક ખેતી કરતાં જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ડાંગ જિલ્લામાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો નાણાકીય સહાયનો લાભ લે માટે આઈ ખેડૂત પોર્ટલ ખૂલ્લું મૂકવામાં આવ્યું છે. નાણાકીય સહાય યોજના અંતર્ગત વર્ષ 2022-23 માટે નવી અરજી કરી ડાંગ જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો આ નાણાકીય યોજનાનો લાભ લઈ શકે તે હેતુથી 05-04-2022 થી 04-05-2022 સુધી ખેડૂતો અરજી કરી શકશે.






ગુજરાતમાં શરૂ થશે પ્રાકૃતિક ખેતીના શિક્ષણનો નવો અધ્યાય


ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી અંગે સ્નાતક-અનુસ્નાતક કક્ષના અભ્યાસક્રમો તૈયાર કરવા રાજ્ય સરકારનું આયોજન છે. આ અભ્યાસ તૈયાર કરવા ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક અગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં આઠ સભ્યોની કમિટી બનાવાશે. પંચમહાલના હાલોલ ખાતે યુનિવર્સિટીનું મુખ્ય મથક સ્થપાશે. પ્રાકૃતિક ખેતી અંગે વૈજ્ઞાનિક સંશોધનને વેગ મળશે અને ખેડૂતોનું નિષ્ણાંતોનું માર્ગદર્શન મળશે.


આ પણ વાંચોઃ


Kisan Credit Card: પશુપાલકો માટે કેટલા કિસાન ક્રેડિટ બનાવાયા ? આ રીતે તમે પણ બનાવી શકો છો