Jharkhand Actress Riya Kumari:  ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માના નિધન બાદ ઝારખંડની લોકપ્રિય એક્ટ્રેસ રિયા કુમારીના નિધનથી સિનેમા ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. આ દરમિયાન વધુ એક અભિનેત્રીના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. રિઝનલ સિનેમાની લોકપ્રિય એક્ટ્રેસ રિયા કુમારીની 28 ડિસેમ્બર 2022ના રોજ પશ્ચિમ બંગાળના હાવડા ખાતે બદમાશો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. રિયા ઝારખંડની લોક સિરિયલ 'વહ ચલચિત્ર'માં મહત્વની ભૂમિકા ભજવી રહી હતી.


'ઈશા આલિયા'ના નામથી ફેમસ હતી.


અભિનેત્રી રિયા કુમારીના નિધનથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. અભિનેત્રીના ચાહકો તેના અચાનક જવાથી શોકમાં છે. ઉલ્લેખનીય છે કે રિયાને પ્રાદેશિક સિનેમામાં 'ઈશા આલિયા'ના નામથી ઓળખવામાં આવે છે. તે ફિલ્મી દુનિયામાં આ નામથી ઓળખાય છે. અભિનેત્રી ઝારખંડમાં ઈશા આલિયાના નામથી ખોરઠા અને પ્રાદેશિક ભાષાઓના આલ્બમમાં કામ કરતી હતી.


રિયા કુમારીનું કરિયર આવું હતું


રિપોર્ટ્સ અનુસાર, 22 વર્ષની નાની ઉંમરમાં રિયાએ ઝારખંડ સિનેમા ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવી હતી. અભિનેત્રી તેના સુંદર નૃત્ય કૌશલ્યને કારણે ચાહકોમાં ખૂબ જ પ્રખ્યાત હતી. લોકલ ટીવી સીરિયલ્સ સિવાય રિયાના મ્યૂઝિક વીડિયોને યુટ્યુબ પર ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. યુટ્યુબ પર તેના ડાન્સના ચાહકો દિવાના હતા.


ખૂબ જ નાની ઉંમરમાં દુનિયાને અલવિદા કહેનાર રિયા કુમારી 28 ડિસેમ્બર 2022ના રોજ પોતાના પતિ અને પુત્રી સાથે કારમાં કોલકાતા જઈ રહી હતી. અહીં હાવડામાં કેટલાક બદમાશોએ તેમના પર હુમલો કર્યો અને લૂંટફાટ શરૂ કરી દીધી. દરમિયાન, જ્યારે રિયાના પતિ અને પુત્રી પર હુમલો કરવામાં આવ્યો, ત્યારે તેણે બદમાશોનો સામનો કર્યો અને તેને છોડી દેવાની જીદ કરી. ત્યારબાદ એક બદમાશે અભિનેત્રીની ગોળી મારી હત્યા કરી દીધી હતી. અભિનેત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. રિયાના પતિ પ્રકાશ કુમાર જે ફિલ્મ નિર્દેશક છે. પ્રકાશે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


MP: મિત્ર સાથે મળી દિયરે પોતાની જ ભાભીને બનાવી હવસનો શિકાર


મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક શરમજનક કિસ્સો બન્યો છે. અહીં દિયરે મિત્ર સાથે મળી પોતાની ભાભી પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિત મહિલાએ પોલીસ સ્ટેશન જઈને દિયર અને તેના મિત્ર સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસે બળાત્કારી દિયર અને તેના મિત્રની ધરપકડ કરી હતી. પોલીસે બંને આરોપીઓ સામે બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.


વાસ્તવમાં ઇન્દોરના લસુડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી મહિલા કોઈ કામ માટે ઘરની બહાર ગઈ હતી. કામ પતાવીને તે પગપાળા ઘરે પરત ફરી રહી હતી દરમિયાન તેને રસ્તામાં તેનો દિયર મળ્યો હતો. દિયરે મહિલાને કહ્યું કે તે તેને ઓટોમાં ઘરે મૂકી દેશે. મહિલા ઓટોમાં બેસી ગઇ. આ ઓટોમાં મહિલાના દિયરનો મિત્ર અગાઉથી બેસેલો હતો. ઘર તરફ જતી વખતે દિયરે ઓટોને નિર્જન રસ્તા તરફ ફેરવી હતી. જ્યારે મહિલાએ વિરોધ કર્યો તો દિયરના મિત્રએ તેનું મોઢું બંધ કરી દીધું અને તેને પકડી રાખી હતી