Modern Nostradamus Prediction: કોરોનાના વધતા જતા કેસોએ એક તરફ વિશ્વમાં ખળભળાટ મચાવ્યો છે. દરરોજ હજારો નવા કોવિડ કેસ નોંધાઈ રહ્યા છે. વર્ષ 2022ના શરૂઆતના મહિનાઓ પણ કોરોનાના ભયના ઓથાર હેઠળ વિતાવ્યા હતા. હવે લોકોના મનમાં ફરી એકવાર ફફડાટ પેઠો છે કે, આ વર્ષે પણ વાતાવરણ અગાઉ માફક જ રહેશે કે શું? આ ભયાવહ અને ડરામણા માહિલમાં આધુનિક યુગના નેસ્ત્રોદમસ તરીકે ઓળખાતા એક ભવિષ્યવેત્તાની ભવિષ્યવાણીએ વધુ ડર ઉભો કર્યો છે.
આધુનિક નોસ્ટ્રાડેમસ તરીકે જાણીતા એથોસ સાલોમે વર્ષ 2023 માટે કેટલીક ભયાનક અને અત્યાંત ડરામણી આગાહીઓ કરી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, એથોસે ફિફા વર્લ્ડ કપ વિશે પણ કહ્યું હતું કે ફાઇનલ મેચ આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે રમાશે, જે સાચી સાબિત થઈ. જેથી હવે તેમની ભવિષ્યવાણીને લોકો વધુ ગંભીરતાથી લઈ રહ્યાં છે.
શું છે વર્ષ 2023ની આગાહી?
બ્રાઝિલના એથોસ સાલોમે વર્ષ 2023ને લઈને ઘણી ભયાનક આગાહીઓ કરી છે. એક જાણીતા અંગ્રેજી સમાચારપત્રના અહેવાલ મુજબ એથોસે નવા વર્ષમાં વિશ્વને એક નવી મહામારી અંગે ચેતવણી આપી છે. રિપોર્ટ અનુસાર, આ જીવલેણ રોગચાળો એન્ટાર્કટિકામાં બરફમાં ક્યાંક છુપાયેલો છે. જો તે દુનિયામાં ફેલાશે તો તેનાથી કોઈના માટે પણ બચવું આસાન નહીં હોય. જોકે એથોસ સલોમની કેટલીક એવી પણ આગાહી છે જે લોકોને મોટી રાહત આપનારી છે. એક આગાહીમાં કહેવામાં આવ્યું છે કે, આવતા વર્ષમાં એટલે કે 2023માં કોરોના વાયરસનો પ્રકોપ ઘટશે તો નહીં પરંતુ તેનો ઈલાજ શોધી કાઢવામાં આવશે અને કોરોના સામે લડવાની નવી દવા બનાવવા માટે શેવાળનો ઉપયોગ કરવામાં આવશે.
એથોસ સલોમનો એક વિચિત્ર દાવો
એથોસ સાલોમની આગાહીને ત્યારથી વધુ અસરકારક માનવામાં આવી રહી છે જ્યારથી ઓહિયો યુનિવર્સિટીના સંશોધકોએ તિબેટીયન ગ્લેશિયરમાં એક વાયરસ શોધી કાઢ્યો હતો. જે તેમને નિષ્ક્રિય અવસ્થામાં મળ્યો હતો. આ ઉપરાંત એથોસે એક વિચિત્ર કહી શકાય વાત કહી છે જેના પર વિશ્વાસ કરવો ખુબ અઘરો છે. એથોસ સલોમે જણાવ્યું હતું કે, નવા વર્ષમાં મનુષ્ય અન્ય વિશ્વના દ્વાર મળી શકે છે. ભવિષ્યવેત્તાનું કહેવું છે કે તેનાથી લોકોને અવકાશમાં ફરવાની તકો સર્જાશે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ નેસ્ત્રોદમસ નામના ભવિષ્યવેત્તા પણ અનેક પ્રકારની ભવિષ્યવાણી કરી ચુક્યા છે. તેમણે અમેરિકામાં થયેલા 9/11, 2009ની વૈશ્ચિક આર્થિક મંદી, કોરોના મહામારી સહિતની ભવિષ્યવાણી કરી હતી. જે 100 ટકા સાચી ઠરી છે.