મુંબઇઃ શહેરના પૉસ વિસ્તાર ઓશિવારા લોખંડવાલામાં ગઇરાત્રે એક એક્ટ્રેસે આત્માહત્યા કરી લીધી હોવાના સમાચાર સામે આવ્યા છે. એક્ટ્રેસે એપાર્ટમેન્ટે પોતાના ફ્લેટની ટેરેસમાંથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. મૃતક એક્ટ્રેસનુ નામ પર્લ પંજાબી છે અને એક્ટ્રેસની ઉંમર 22 થી 25 વર્ષની વચ્ચે છે. પર્લ પંજાબીએ થોડાક સમય પહેલા જ ફિલ્મી દુનિયામાં પગ માંડ્યો હતો, તે એક મૉડલ હતી. પર્લને ફિલ્મી દુનિયાથી ખુબ લગાવ હતો, તે ઘણા સમયથી ઇન્ડસ્ટ્રીમાં પગ માંડવાની કોશિશ કરી રહી હતી, પણ તેને નિષ્ફળતા મળી રહી હતી. એક્ટ્રેસની ફિલ્મી કેરિયર નિષ્ફળ ગઇ હતી.
એવુ પણ જાણવા મળ્યુ છે કે પર્લ પંજાબી હાલ કોઇ જગ્યાએ નોકરી કરી રહી હતી, પર્લની તેમની મા સાથે અણબન રહેતી હતી.
પોલીસ અનુસાર, પર્લની માનસિક સ્થિતિ ઠીક રહેતી ન હતી, એટલા માટે તે ગુસ્સામાં જ રહેતી હતી. પર્લે પહેલા પણ બે વાર આત્મહત્યાની કોશિશ કરી હતી, પણ બન્ને વખત બચી ગઇ હતી.