Ahmedabad :  અમદાવાદ સરસપુર વિસ્તારમાં રવિવાર રાત્રે ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી ગયો. અંગત અદાવતમાં દેશી તમંચાથી ફાયરિંગમાં એક વ્યકતીને ગોળી વાગતા ઘાયલને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો પોલીસે ફાયરિંગ કરનાર આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. 


ભોગ બનનારને ગાલા અને પેટના ભાગે ગોળી વાગી 
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક દિવસ રાત વધી રહ્યો છે ત્યારે અસામાજિક આતંકના પગલે શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારના  સરસપુરના ધાબાવાળી ચાલી પાસે સહદેવસિંહ તોમાર નામના શખ્સે અંગત અદાવતમાં દિલીપસિંહ  ચૌહાણ પર  ફાયરિંગ કર્યું હતું જેમાં આરોપી સહદેવસિંહ તોમારે બે અલગ અલગ દેશી તમાંચાથી ફાયરિંગ કરતા ઇજાગ્રસ્ત દિલીપસિંહને ગળા અને પેટના ભાગે ગોળી વાગતા સારવાર માટે હોસ્પિટલમાં મોકલાયો હતો. 


ઘણા વર્ષોથી અંગત અદાવત ચાલી આવતી હતી
ઇજાગ્રસ્ત દિલીપસિંહ અને સહદેવસિંહ વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી અંગત અદાવત ચાલી આવતી હતી જેને લઈને સહદેવસિંહ તોમારે હત્યા કરવાના ઇરાદે દિલીપસિંહ ચૌહાણ ઉપર ફાયરિંગ કર્યું હતું. આરોપીએ ફાયરિંગ કર્યા બાદ પણ સંતોષ ન થતા બન્નેના સહમિત્ર જયપ્રકાશ સેનને ફોન કરી સહદેવસિંહે કહ્યું હતું કે દિલીપસિંહને ગોળી મારી દીધે છે હજી પવનસિંહ તોમર, અને ભદ્રેશ પટેલને ગોળી મારવાની છે.


આરોપીનો બહોળો ગુનાહિત ઇતિહાસ
પોલીસે ગણતરીના કલાકોમાં ફાયરિંગ કરનારા આરોપી સહદેવસિંહ તોમરની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.શહેર કોટડા પોલીસે ફાયરિંગ કરનાર આરોપીની ધરપકડ તો કરી લીધી છે પણ આરોપી એક નહીં પણ બે બે દેશી તમંચા ક્યાંથી લાવ્યો હતો.? આ સિવાય બીજા કોઈ ગુના ને અંજામ આપ્યો છે કે નહીં તે બાબતે તપાસ કરી રહી છે. કારણકે આરોપીનો બહોળો ગુનાહિત ઇતિહાસ રહેલો છે. આર્મ્સ એક્ટ, મારામારી સહિતના ગુનાઓ આચારેલ છે.


સીટી બસમાં ત્રણ કંડકટરોએ  યુવતીની છેડતી કરી 
સુરતના મહિધરપુરાની કોલેજીયન યુવતીની સિટી બસમાં ત્રણ કન્ડક્ટરો દ્વારા છેડતી કરવામાં આવતા પોલીસ દોડતી થઈ હતી. યુવતી સહેલી સાથે ફિલ્મ જોઇ સિટી બસમાં ઘરે પરત ફરતી હતી ત્યારે તેની છેડતી કરવામાં આવી હતી. જે મામલે હાલમાં પોલીસે શાહરૂખ શેખ, જયદીપ પરમાર અને સમીર શાહની ધરપકડ કરી છે.


આ અંગે વિગતે વાત કરીએ તો, સુરતના સેન્ટ્રલ મોલ ખાતે વેલેન્ટાઇન સિનેમામાં ફિલ્મ જોઇ સિટી બસમાં સહેલી સાથે સ્ટેશન આવવા માટે બેસેલી મહીધરપુરાની કોલેજીયન યુવતી સાથે ભીડભાડનો લાભ લઇ છેડતી કરવામાં આવી હતી. આ ઉપરાંત બેકામ વાણીવિલાસ કરનારા સીટી બસનાં ત્રણ કંડક્ટરોની મહીધરપુરા પોલીસે ધરપકડ કરી છે.