અમદાવાદ: મણિનગર ડી સ્ટાફના પોલીસકર્મીઓ પર લાખોનો તોડ કર્યાનો મધના વેપારીએ લગાવ્યો આરોપ

અમદાવાદઃ શહેરમાં મધનો વેપાર કરતા એક વેપારીએ મણિનગર ડી સ્ટાફના પોલીસ કર્મચારીઓ પર તોડ કર્યા અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાનો આરોપ લગાવ્યો છે.

Continues below advertisement

અમદાવાદઃ શહેરની પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવવાનો મામલે સામે આવ્યો છે. શહેરમાં મધનો વેપાર કરતા એક વેપારીએ મણિનગર ડી સ્ટાફના પોલીસ કર્મચારીઓ પર તોડ કર્યા અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાનો આરોપ લગાવ્યો છે. શ્રીજી મધના વેપારીએ આ સમગ્ર મામલે પોલીસ કમિશનર, મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને કરેલી અરજી પણ કરી છે.

Continues below advertisement

કલમો લગાવવાની ધમકી આપી તોડ કર્યોઃ
મણિનગર ડી સ્ટાફના પોલીસ કર્મીઓ પર આરોપ લગાવતાં શ્રીજી મધના વેપારીએ કહ્યું છે કે, તેમના ઘરમાં દારુની રેડ પાડવાનું કહી પોલીસ કર્મચારી ઘરમાં આવ્યો હતો. ઘરમાં શોધખોળ કરીને આ પોલીસ કર્મચારીએ ધમાલ પણ મચાવી હતી. વેપારીના ઘરમાં આવીને તપાસના બહાને ધમાલ મચાવ્યાનો વેપારીએ આરોપ લગાવ્યો છે. આ સાથે વેપારીએ એ પણ જણાવ્યું કે, ડી સ્ટાફના પોલીસ કર્મચારીઓએ પોલીસની કામગીરીમાં રુકાવટ, પોલીસ પર હુમલો કરવો જેવી કલમો લગાવવાની ધમકી આપીને 4.50 લાખનો તોડ પણ કર્યો છે.

CCTV ફુટેજ પોલીસકર્મીઓએ ડિલીટ કર્યાઃ
શ્રીજી મધના વેપારી ગૌરાંગ પટેલે એબીપી અસ્મિતા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, "પીયુષ અને કુલદીપ નામના બે પોલીસકર્મચારીઓ અમારા ઘરમાં ઘુસ્યા હતા ઘરમાં દારુની તપાસ કરવા આવ્યા હોવાનું કહ્યું હતું. આ પોલીસકર્મીઓએ અમારી સાથે બુટલેગરની જેમ વર્તાવ કર્યો હતો. આ સાથે ઘરમાં દારુને તપાસ કરવાના ઢોંગ સાથે શોધખોળ કરી હતી અને દારુનો ધંધો કરવાનો આરોપ અમારા પર લગાવ્યો હતો. અમે તેમને ઘરમાં શોધખોળ કરતાં રોકવા જતાં ઘરમાં મહિલાઓ સામે અપશબ્દો કહ્યા હતા અને પછી અમને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. આ દરમિયાન અમારા ઘરના સીસીટીવીનું ડીવીઆર પણ પોલીસકર્મચારીઓ તેમની સાથે લઈ ગયા હતા અને તમામ ફુટેજ ડિલીટે કરી દીધું હતું."

આ પણ વાંચોઃ

Russia Bomb Attack: રશિયાએ પૂર્વ યુક્રેનની શાળા પર કરી બોમ્બ વર્ષા, 60 લોકોના મોતની આશંકા

Continues below advertisement
Sponsored Links by Taboola