કોરોના એલર્ટ:  ઓમિક્રોન વિશે અત્યાર સુધી થયેલા અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે તેના કેટલાક લક્ષણો ડેલ્ટા વેરિઅન્ટ જેવા જ છે, જો કે કેટલાક દર્દીમા   ઓમિક્રોન આ વેરિઅન્ટમાં કેટલાક અલગ-અલગ લક્ષણો પણ જોવા મળ્યા છે. યુકેની 'જો કોવિડ સ્ટડી' એપ અનુસાર, આ વખતે ચેપમાં કેટલાક લક્ષણો અલગ રીતે જોવા મળી રહ્યા છે.


ઓમિક્રોનના સામાન્ય લક્ષણો લગભગ અન્ય વેરિયન્ટ સામાન જ છે પરંતુ કેટલાક દર્દીમાં અન્ય લક્ષણો પણ જોવા મળે છે. ઓમિક્રોનના સામાન્ય લક્ષણો જે મોટાભાગના દર્દીને જોવા મળે છે. તેમાં ગળામાં ખરાશ, ખરોચ જેવો દુખાવો, નાક વહેવું. છીંક, શરીરમાં દુખાવો, શરીરમાં પરસેવો આવવો.


અન્ય કયાં લક્ષણો જોવા મળ્યાં


સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતે સામાન્ય લક્ષણો સિવાય ઓમિક્રોનના લક્ષણો ત્વચા પર પણ દેખાઈ શકે છે. કેટલાક ચેપગ્રસ્ત લોકોમાં ત્વચા પર ફોલ્લીઓ ફોલ્લીઓ જોવા મળે છે. અધ્યયનોએ બતાવ્યું છે કે આ લક્ષણ SARS-CoV-2 વાયરસના કારણે થતી બળતરાની નિશાની હોઈ શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોએ કહ્યું કે, કોવિડ-19ને કારણે હાથ અને પગના અંગૂઠામાં પણ લક્ષણો દેખાઈ શકે છે. આ આંગળીઓ પર લાલ અને જાંબલી ફોલ્લીઓ થઇ જાય છે, જેનાથી દુખાવો અને ખંજવાળ પણ થઈ શકે છે.


આરોગ્ય નિષ્ણાતો કહે છે, જો તમને કોવિડ-19 અથવા નવા ઓમિક્રોન વેરિઅન્ટ સંબંધિત કોઈ લક્ષણો દેખાય, તો તરત જ તમારી જાતને આઇસોલેટ કરી દો. ડોક્ટરની સલાહ ચોક્કસ લો અને ટેસ્ટ કરાવો.  જો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવે તો પણ ગભરાશો નહીં, તમારા લક્ષણોનું નિયમિતપણે નિરીક્ષણ કરો અને ડૉક્ટર દ્વારા સૂચવેલા પગલાંને અનુસરો. જો ચેપના લક્ષણો વધી રહ્યા છે, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.


Boost Immunity:  ઓમિક્રોનથી બચવું હોય તો આ  5 સુપર ફૂડને કરો ડાયટમાં સામેલ 


  રોગપ્રતિકારક શક્તિ વધારતા ફૂડ 



આ 5 ફૂડનું  વિન્ટરમાં કરો સેવન




  • આ 5 ફૂડ ઇમ્યુનિટી બૂસ્ટર છે

  • શક્કરિયામાં વિટામિન-એ, પોટેશિયમ,અન્ય પોષકતત્વો છે.

  • ઘી ખાવાથી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે.

  • ઘી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે

  • શિયાળામાં તમારે ગોળનું સેવન વધારવું જોઈએ.

  • ગોળમાં  આયર્ન, મેગ્નેશિયમ, ઝિંક, પોટેશિયમનો ખજાનો છે.

  • ગોળ ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે કરે છે કામ 

  • ખજૂર વિટામિન્સ, મિનરલ્સ,ફાઈબરનો સારો સ્ત્રોત  

  • ખજૂર રોગપ્રતિકારક શક્તિને બૂસ્ટ કરે છે. 

  • આદુનો એન્ટી બાયોટિક્સ ગુણધર્મ છે

  • જે શરીરનં સંક્રમણથી બચાવે છે