Ahmedabad : અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં એક 20 વર્ષની યુવતીએ CISF જવાન પર છેડતીનો આરોપ લગાવ્યો છે. જો કે આ ઘટનામાં ચોંજાવનારી વાત એ છે કે ફરિયાદી યુવતીના પિતા અને આરોપી CISF જવાન બંને એક સમયે રાજસ્થાનના જયપુરમાં સહકર્મી હતા.  પોતાની પુત્રીની ઉંમરની સહકર્મીની 20 વર્ષની પુત્રી સાથે CISF જવાને શારીરિક અડપલાં કરતા મિત્રતાના સંબંધો શર્મસાર થયા છે. 


ઘટનાની વાત કરીએ તો આ ઘટનામાં ફરિયાદી યુવતી મૂળ બંગાળની છે. આ યુવતીએ BSCનો અભ્યાસ પૂનર્ર કર્યો છે અને આગળ MSCના અભ્યાસ માટે ગાંધીનગર આવી હતી. આ યુવતીને 5  ઑગસ્ટે અભ્યાસ અર્થે કાઉન્સિલિંગ માટે બોલાવવામાં આવી હતી. યુવતીની સાથે તેની માતા પણ આવી હતી અને બંને તેના પિતાના સહકર્મી CISF જવાન (આરોપી)ના ઘરે રોકાયા હતા. 


ફરિયાદી યુવતી રાતે તેમના ઘરે સૂઈ રહી હતી તે સમય આરોપીએ ફરિયાદીના શારીરિક અડપલા કરી રહ્યા હતા જેથી યુવતી સફાળી જાગી ગઈ હતી અને સાથે જ બાજુમાં સુઈ રહેલ ફરિયાદીની માતા પણ જાગી ગઈ હતી. ફરિયાદીની માતાએ  આરોપીની પત્નીને સમગ્ર ઘટના કહેતા તે વાત માનેલ નહિ.


જોકે ફરિયાદી અને તેની માતાને ગાંધીનગર જવાનું હોવાથી તે જતા રહ્યા હતા. ત્યાર બાદ આ વાતની જાણ યુવતીએ પોતાના પિતાને કરતા પિતાએ કાર્યવાહી કરવા જણાવતા યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે.પોલીસે ફરિયાદના આધારે આરોપી CISF જવાનની અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ CISF જવાન હાલ અમદાવાદ એરપોર્ટ પર ફરજ બજાવતા હોવાની માહિતી મળી છે. 


અમદાવાદમાં હાઇપ્રોફાઇલ સાયબર સેક્સ રેકેટ ઝડપાયું
અમદાવાદમાં હાઇપ્રોફાઇલ લેડીઝ સાથે સેક્સ કરવાની લાલચ આપી ડમી લેડીઝ સાથે વાતચીત કરાવી હોટેલ તથા બીજા ચાર્જ પેટે છેતરપીંડી કરતા કોલ સેન્ટરને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. 


અમદાવાદના પૂર્વ વિસ્તાર બાપુનગર વિસ્તારમાં સાયબર ક્રાઈમે દરોડા પાડી બોગસ કોલસેન્ટર ઝડપી પડયું છે. પોલીસે ડમી મહિલા સાથે વાત કરાવી પૈસા પડાવતા આરોપીઓને  કોલસેન્ટરમાંથી ઝડપી લીધા છે.જેમાં એક મહિલા સહિત 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.મહિલા સાથે હોટલમાં હોટલમાં જવા માટે અલગ અલગ ચાર્જ પેટે આ ભેજાબાજ ઠગબાજો રૂપિયા પડાવતા હતા. પણ આ ઠગબાજ ટોળકીને આખરે પોલીસે ઝડપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.