Crime News: અમદાવાદના બોપલ વિસ્તારમાં એક ગેંગ રેપની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીએ લગ્ન કરવા માટે પૈસાની જરુર હોવાથી લૂંટના ઈરાદે મહિલાના ઘરમાં ઘૂસ્યા હતા જો કે, ઘરમાં ઘૂસી મહિલાને હવસનો શિકાર બનાવી હતી.
આ ઘટના અંગે અમદાવાદ જિલ્લા પોલીસ વડા અમિત વસાવાએ પત્રકાર પરિષદમાં કેટલાક ઘટસ્ફોટ કર્યો છે. તેમણે કહ્યું કે, બનાવ ગંભીર હતો, પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. 2 મહિલા સાથે બનાવ બન્યો હતો. આરોપીઓને બનાસકાંઠા પોલીસ સાથે સંકલન કરી ઝડપી પાડયા છે.
નરાધમ પાંચ આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો
મુખ્ય આરોપી મનજીત જોહારનાં લગ્ન હોવાથી લૂંટનું ષડયંત્ર રચ્યું હતું. મહિલા રિયલ એસ્ટેટનો બિઝનેસ કરતી હોવાથી તેને ટાર્ગેટ કરવામાં આવી હતી. જે માટે આરોપીએ ઓનલાઈન નકલી ગન મંગાવી હતી. નકલી ગન બતાવી મહિલા અને યુવતી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. હાલમાં ગેંગરેપને અંજામ આપનાર પાંચેય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
14 હજાર કેશ, લેપટોપ લૂંટી ગયા હતા
આરોપીઓએ ગેંગરેપ કર્યો બાદ 14 હજાર કેશ, લેપટોપ લૂંટી ગયા હતા. આ ઉપરાંત ATMમાંથી પણ આરોપીઓએ અલગ અલગ વિસ્તારમાંથી પૈસા ઉપડ્યા હતા. ટ્રેન મારફતે જવા રેલવે સ્ટેશન પર આરોપીઓ પહોંચ્યા હતા, પણ ટ્રેન ન મળતા શ્રીનાથજી ટ્રાવેલ્સમાં બનાસકાંઠા તરફ જવા રવાના થયા હતા. સિક્યોરિટી એજન્સી ચલાવનારની તપાસ કરતા, તેના ઘરે Asi નો યુનિફોર્મ મળી આવ્યો હતો.
પ્રેમ લગ્ન કરવાના હતા, પણ પરિવારજનો રાજી ન હતા
જે બાદ સિક્યોરિટી એજન્સીનું લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા કરવામાં આવી છે. પોલીસે વધુમાં કહ્યું કે, હરીઓમ અને રાહુલ નામના વ્યકિતએ ગેંગરેપ કર્યો હતો. મુખ્ય આરોપી મનજીત જોહલ છે. તેમણે જ લૂંટનો પ્લાન બનાવ્યો હતો. ડિસેમ્બરમાં તેના લગ્ન હતા. પ્રેમ લગ્ન કરવાના હતા, પણ પરિવારજનો રાજી ન હતા, જેથી વતનમાં પરિવારજનોને પૈસા બતાવી પ્રભાવિત કરવા માટે લૂંટ ચલાવી હતી. જ્યાં ઘટના બની ત્યાં 36 ફ્લેટ છે, જેમાંથી 6 લોકો જ રહેવા આવ્યા હતા. લૂંટ કર્યા બાદ ફ્લેટ બંધ કરી ભાગ્યા હતા. આરોપીઓનો પહેલા ઈરાદો લૂંટનો હતો, જોકે હવસના માર્યા રેપ કર્યો. આરોપીઓ ગુનો કર્યા બાદ પંજાબ ભગવાન હતા.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial