Gir Somnath: વેરાવળના ડાભોર ગામ ખાતે સાહિત્ય કાર માયાભાઈ આહીર દ્વારા અદ્યતન મલ્ટી સ્પેશિયાલિટી હૉસ્પિટલ નિર્માણ કરવામાં આવી છે. જેનું આજે લોકાર્પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું.



જાહેર સભા સંબોધતા પાટીલે પહેલા તો કોંગ્રેસ રાજુલા ના પૂર્વ ધારસભ્ય અંબરીશ ડેર ને આવકતા જ હિંટ આપી હતી. પાટીલે કહ્યું કે જેના માટે બસમાં રૂમાલ મૂક્યો હતો અને જે બસ ચૂકી ગયા તે અંબરીશભાઈનું સ્વાગત કરું છું પાટીલ આટલેથી ન અટક્યા વધુમાં કહ્યું કે ચિંતા નાં કરો મારા મિત્ર છે અને હું એને લઈ આવીશ.


સીઆર પાટીલે માયાભાઈ આહીરના પત્ની સ્ટેજ પર નહોતા તેને લઈ કહ્યું, કદાચ ડરતા હશે. ઉપરાંત રમૂજ કરતા કહ્યું કે હું અને ભૂપેન્દ્ર ભાઈ પટેલ બંને પત્નીઓથી ડરીએ છીએ. આમતો બધા જ ડરતા હોય છે. પાટીલની આ વાત સાંભળીને લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.