લગ્નના ખોટા વચન સાથે સંમતિથી શારીરિક સંંબંધ બાંધવો એ ગુનો નથી. અલ્હાબાદ હાઈકોર્ટે આ મામલે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે આવા કિસ્સામાં કોઈ સ્ત્રી કોઈ પુરુષ પર છેતરપિંડી અને દગાનો આરોપ લગાવે છે તેને સજાપાત્ર ગુનો ગણી શકાય નહીં.

અલ્હાબાદ હાઈકોર્ટે જણાવ્યું હતું કે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 69 ફક્ત છેતરપિંડી અથવા દગા દ્વારા બનેલા સંબંધો બદલ સજા આપે છે, નહીં કે સંમતિથી સંબંધ તૂટવાથી થતી નિરાશાને. ટીવી9ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટે જણાવ્યું હતું કે લાંબા ગાળાના સંમતિથી બાંધવામાં આવેલા સંબંધને પછીથી કપટપૂર્ણ ગણી શકાય નહીં. કોર્ટે કલમ 69 હેઠળ સંમતિથી શારીરિક સંબંધો બાંધાના આરોપને રદ કર્યો હતો પરંતુ અન્ય કલમો હેઠળ નોંધાયેલી FIRની તપાસ ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો. પોલીસ રિપોર્ટ સબમિટ ન થાય ત્યાં સુધી અરજદારની ધરપકડ પર રોક લગાવવામાં આવી છે.

સગાઈ પછી લગ્ન તૂટી ગયા

Continues below advertisement
Continues below advertisement

જસ્ટિસ સિદ્ધાર્થ વર્મા અને જસ્ટિસ અબ્દુલ શાહિદની ડિવિઝન બેન્ચે નીલેશ રામ ચંદાનીની અરજી સ્વીકારીને આ આદેશ જાહેર કર્યો હતો. ફરિયાદી મહિલાએ નોઈડા સેક્ટર-63 પોલીસ સ્ટેશનમાં કલમ 352, 351(2), 69 અને દહેજ પ્રતિબંધ કાયદા હેઠળ કેસ દાખલ કર્યો હતો. અરજદારના વકીલે જણાવ્યું હતું કે જોધપુરમાં LLMના અભ્યાસ દરમિયાન બંન્ને વચ્ચે રિલેશનશીપમાં આવ્યા હતા અને જૂન 2023માં તેમની સગાઈ થઈ હતી. લગ્ન નવેમ્બર 2024માં નક્કી કરવામાં આવ્યા હતા, જેમાં હોટલ બુકિંગ, કંકોત્રી પણ છપાઈ ગઈ હતી અને ફોટોગ્રાફીના ઓર્ડર પણ અપાઈ ચૂક્યા હતા

લગ્ન તૂટતા એફઆઈઆર નોંધાવી 

છોકરીના પિતા નોઈડામાં વીજળી વિભાગમાં કામ કરતા હતા. જોકે, જ્યારે લગ્ન અચાનક તૂટી ગયા ત્યારે છોકરીએ FIR દાખલ કરી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો કે લગ્નના ખોટા વચનો આપીને સંબંધ બાંધવામાં આવ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે લગ્ન કરવાનો સાચો ઈરાદો હોવાથી, તે છેતરપિંડી નથી. જોકે, ધમકીઓ અને હુમલાના આરોપોની તપાસ ચાલુ રહેશે. કોર્ટે ત્યારબાદ કલમ 69 હેઠળના આરોપને ફગાવી દીધો પરંતુ અન્ય કલમો હેઠળ દાખલ કરાયેલી FIRની તપાસ ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો.