અંકલેશ્વરઃ કાપોદ્રા ગામે યુવાનને ચપ્પુના ઘા મારી હત્યા કરવાના મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસે ગણતરીના દિવસોમાં ગુન્હામાં સંડોવાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આરોપીની બહેન સાથે મૃતક સંજય વસાવના પ્રેમસંબંધ હોવાની શંકામાં હત્યા થઇ હોવાનો ખુલાસો થયો છે. રૂરલ પોલીસ સ્ટેશને હત્યાનો ગુન્હો નોંધાયો હતો. 


આ અંગેની વિગતો એવી છે કે, હત્યાના દિવસે કાપોદ્રામાં ભાડાના મકાનમાં રહી નોકરી કરતો સંજય શાંતીલાલ વસાવા નોકરી પરથી આવી ઘરે જમીને બેઠો હતો. અચાનક ગામના જ શખ્સોએ ભેગા ત્યાં આવી પહોંચ્યા હતા તેમજ સંજય સાથે એક વર્ષ પહેલા યુવતી બાબતે થયેલા ઝઘડાનો ખાર રાખીને ફરી બબાલ કરી હતી. 


જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં આ લોકોએ ભેગા મળી સંજયને માથામાં ઇંટ મારી દીધી હતી. તેમજ તે લોકોએ તેને ચપ્પુ વડે ઉપરા છાપરી ઘા ઝિંકી દીધા હતા. સંજયને ગંભીર ઇજાઓ પહોંચતા તેને 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં હાજર તબીબે સંજયને મૃત જાહેર કર્યો હતો. 


વડોદરાના કોંગ્રેસ કાર્યકરને જમીન બતાવવા બોલાવી બે યુવકે કર્યું સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય, ઉતાર્યો વીડિયો ને પછી શું થયું ?


વડોદરાઃ વડોદરાના કોંગ્રસના કાર્યકરને જમીન બતાવવાના બહાને બોલાવીને તેની સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કરનારને પોલીસે ઝડપી લીધો છે. આરોપીઓએ કોંગ્રેસ કાર્યકર સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કર્યા પછી રોકડ અને દાગીનાની લૂંટ પણ ચલાવી હતી અને તેના નગ્ન ફોટા પાડી દીધા હતા. કોંગ્રેસ કાર્યકરના નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેમણે તેની પાસેથી વધારે પૈસા પડાવ્યા હતા. આ  ટોળકીના છેલ્લા છ માસથી ફરાર આરોપીને જિલ્લાના પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડયો હતો.


કારેલીબાગ વિસ્તારમાં રહેતા કોંગ્રેસ કાર્યકરને નર્મદપુરા ગામના પાટિયા પાસે એક યુવાને જમીન બતાવવાના બહાને મળવા માટે બોલાવ્યો હતો. 10 જૂન, 2021ના રોજ કોંગ્રેસના આ  કાર્યકર મળવા ગયા બાદ તેનું અન્ય બે યુવાનોએ અપહરણ કર્યુ હતું.  


કોંગ્રેસના આ  કાર્યકર પીપળીયા ગામની સીમમાં લઇ જઇ માર મારી રોકડ, સોનાની ચેન, મોબાઇલ અને ઇયરફોન લૂંટી લીધો હતો. ત્રણે શખ્સોએ કાર્યકરના નગ્ન ફોટા પાડી વીડિયો ઉતાર્યો હતો. આ ઉફરાંત કોંગ્રેસના આ  કાર્યકર સાથે  સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કરી તેનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી વધુ રૂપિયા 50 હજારની માંગણી કરી હતી.


આ બનાવની ફરિયાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ પોલીસે અજય, રાકેશ નામના બે શખ્સોની ધરપકડ કરી હતી.  આજવારોડ રાજદીપ ટેનામેન્ટમાં રહેતો અક્ષય મહેન્દ્ર ગોહિલ ફરાર થઇ જતાં છેલ્લા છ મહિનાથી તે ઝડપાતો ન હતો. દરમિયાન વડોદરાના પોલીસને બાતમી મળી હતી કે, અક્ષય મહેન્દ્ર ગોહિલ પંડયા બ્રિજ નીચે આવવાનો છે. આ બાતમીના આધારે જિલ્લા પોલીસે તેને ઝડપી પાડયો હતો. ઉલ્લેખનીય છે કે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો તેની સામે ગુનો દાખલ થતાં તે સુરત ભાગી ગયો હતો.