સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે વહેલી સવારે  ATMમાં તસ્કરો ત્રાટક્યા હતા. ATMમાં કટર મશીનથી ATM કેસ બોક્સ કાપી મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયા હતા. આ અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.  CCTVનાં ફૂટેજની ચકાસણી કરતા પ્રાથમિક તપાસમા ઇકો કારમાં બે અજાણ્યા ઈસમોએ આવી ATMમાંથી રોકડનું બોક્સ લઈને બગોદરા બાજુ ફરાર થઇ ગયા હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.  આ અંગે જિલ્લા પોલિસ વડા દ્વારા બે ટીમો બનાવી બગોદરા તરફ વધુ તપાસ માટે રવાના કરવામાં આવી હતી.          


મીઠાપુર ગામની સીમમાંથી ચોરી થયેલ ATM મળી આવ્યું


બગોદરા નજીક આવેલ મીઠાપુર ગામની સીમમાંથી ચોરી થયેલ ATM મળી આવ્યું હતું. બાવળા તાલુકાના મીઠાપુર વેજી ગામના ખેતરમાંથી ગત રાત્રે ચોરી થયેલ ATM મળી આવ્યું હતું.  ગત મોડી રાત્રે  લીંબડીના યોગી કોમ્પલેક્ષમાં SBIના  ATMમાં ચોરી થઈ હતી. ATMના અલગ-અલગ થયેલ સ્પેરપાર્ટ સાથે ગેસનો સિલિન્ડર,  ગેસ કટર વગેરે બગોદરા નજીક આવેલ મીઠાપુર ગામના ખેતરમાં મળી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા બગોદરા અને લીંબડી પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.           


બીલીમોરામાં તસ્કરો બેફામ, 3 મકાનને નિશાન બનાની રોકડ-સોનુ મળી 37 લાખની ચોરી


નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં ચોર બેફામ બન્યા છે. બીલીમોરા શહેરમાં ફરી એક વખત મોટી ચોરીની ઘટના સામે આવી છે.  શહેરમાં આવેલા બીલીનાકા વિસ્તારમાં એક સાથે ત્રણ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા છે.  તસ્કરોએ એક ઘરમાંથી 20 લાખ રૂપિયા રોકડા, 3.50 કિલો ચાંદી અને 6 તોલા સોનુ મળી કુલ 37 લાખની ચોરી કરી હતી.  


શહેરમાં એક જ સાથે ત્રણ ઘરમાં ચોરીની ઘટના સામે આવી છે.  અન્ય એક ઘરમાંથી મંગળસૂત્ર અને રોકડ લઈને તસ્કરો ફરાર થયા છે. પાંચ દિવસના ગાળામાં બીજી મોટી ચોરીની ઘટના બની છે.  આ ઘટનાની જાણ બીલીમોરા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ડોગ સ્કોડ, સીસીટીવી કેમેરા અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદ લેવામાં આવી હતી.  બીલીમોરા શહેરમાં બનેલી ચોરીની ઘટનાને લઈ પોલીસના નાઈટ પેટ્રોલિંગ ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે.


 


 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial