ભરુચઃ શહેરના મહાવીર નગરમાં ખૂદ પતિએ જ પત્નીની પાવડાના ઘા મારીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને પત્નીની હત્યા કરી નાંખી હતી. પત્નીના મોતથી 3 દીકરીઓ નોંધારી બની છે. આ પરિવાર હજુ થોડા દિવસ પહેલા જ મહાવીરનગરમાં રહેવા આવ્યો હતો. 


આ અંગેની વિગતો એવી છે કે, મૂળ કરજણના અને થોડા દિવસથી ભરુચના મહાવીરનગરમાં રહેતા પરિવારમાં પતિ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. યુવકે 12 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા અને લગ્ન સંબંધથી તેમને 3 દીકરીઓ છે. લગ્ન પછી તેઓ ભરુચ રહેવા આવી ગયા હતા. જોકે, પતિ પહેલાથી જ શંકાશીલ સ્વભાવનો હોવાથી પત્નીને ઘરની બહાર જવા પર પ્રતિબંધ લગાવેલો હતો અને કોઈ સાથે વાતચીત ન કરવા પણ પત્નીને સૂચના આપેલી હતી. 


આમ છતાં પણ પત્નીના અન્ય યુવક સાથે આડાસંબંધની શંકા રાખી પત્ની સાથે મારઝૂડ કરતો હતો. ત્યારે ગત રમજાન માસમાં પત્નીને માર મારતાં ભાઈ બહેન અને ત્રણેય ભાણીને ઘરે લઈ આવ્યો હતો. આ પછી સમજાવટ થતાં ફરીથી તમામને પતિ સાથે મોકલ્યા હતા. 


તેમજ તેઓ થોડા સમય પહેલા મહાવીરનગર ખાતે રહેવા આવ્યા હતા. દરમિયાન ગત બુધવારે રાતે પતિ-પત્ની વચ્ચે ફરી આડાસંબંધની શંકાને પગલે ઝઘડો થયો હતો. આ સમયે પતિએ ઉશ્કેરાઇને પત્નીના માથામાં પાવડાના ઘા મારતાં તેનું મોત નીપજ્યું હતું. પત્નીનું મોત થતાં પતિ ફરાર થઈ ગયો હતો. આ અંગે પોલીસ ફરિયાદ થતાં પોલીસ આરોપી પતિ સામે ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી છે. 


Junagadh : શહેર કોંગ્રેસ પ્રમુખે પત્નીને માર્યો ઢોર માર, ઇજાગ્રસ્ત પત્ની હોસ્પિટલમાં દાખલ


જૂનાગઢઃ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ દ્વારા તેની પત્નીને માર મરાયો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ઈજાગ્રસ્ત હાલતમાં શહેર કોંગ્રેસ પ્રમુખના પત્ની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ઘર કંકાસને કારણે અમિત પટેલ અવારનવાર પોતાની પત્ની સાથે મારકૂટ કરતાં હોવાનું તેમના પત્નીનું નિવેદન છે. 


અમિત પટેલ તેમજ તેમના બહેન દ્વારા તેમના પત્નીને વાળ પકડી ઢસડી પાઇપ વડે માર મારતા પગમાં ઇજા થયેલ છે. પોલીસ ફરીયાદ માટે કાર્યવાહી, લાંબા સમયથી અમિત પટેલ તેમના પત્ની સાથે મારકૂટ કરતાં હોય આજે સહન ન થતાં ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડાયા છે. સ્થાનિક પોલીસ દ્વારા ફરિયાદ નહીં લેવામાં આવેતો હાઇકોર્ટ સુધી જવાની ચીમકી આપી છે. પત્ની પૂનમબેન અમિતભાઈ પટેલને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.