Bharuch News: ભરૂચમાં વિધર્મી યુવાને યુવતિને પ્રેમજાળમાં ફસાવી હતી. વિધર્મીએ ખોટી ઓળખ આપી પ્રેમસંબંધ બાંધ્યો હતો. જોકે સચ્ચાઈની જાણ થતાં યુવતિએ વિધર્મી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.


વિધર્મીએ બનાવ્યા ખોટા સોશિયલ મીડિયા એકાઉન્ટ અને બોગસ આધારકાર્ડ  


ભરૂચના પગુથણ ગામના 26 વર્ષીય વિધર્મી શખ્સે હિન્દુ યુવાન તરીકે ખોટા સોશિયલ મીડિયા એકાઉન્ટ અને બોગસ આધારકાર્ડ બનાવી બે વિદ્યાર્થીનીઓને પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ તેમની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાની ફરિયાદ આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.


વિધર્મીએ યુવતિને શારીરિક ભૂખ સંતોષવાનું બનાવી દીધું હતું માધ્યમ

ભરૂચમાં હાલમાં 20 વર્ષની ઉંમરની એક વિદ્યાર્થીની કોલેજમાં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થિનીનો થોડા સમય અગાઉ મેહુલ પટેલ નામના યુવાને સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક સાધ્યો હતો. અજાણ્યો વ્યક્તિ હોવાથી યુવતીએ પ્રારંભે ભાવ આપ્યો ન હતો પણ બાદમાં પોતાના સમાજનો હોવાનો વિશ્વાસ અપાવતા મિત્રતા બાંધી હતી. વિદ્યાર્થીને લગ્ન માટે પ્રસ્તાવ મૂકી પરિવારને જાણ કરી વડીલોની મરજીથી લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી.લગ્ન કરવાના હોવાનો વિશ્વાસ અપાવી વિદ્યાર્થિનીને મનાવી તેને ભરૂચની અલગ -અલગ બે હોટલોમાં વારંવાર લઈ જઈ તેનું શારીરિક શોષણ કર્યું હતું.  વિદ્યાર્થીનીના પ્રેમને તેણે શારીરિક ભૂખ સંતોષવાનું માધ્યમ બનાવી દીધું હતું.




આ રીતે ફૂટ્યો ભાંડો


એક દિવસ અચાનક પીડિત યુવતીના મોબાઈલ ઉપર સિરાજ રુસ્તમ પટેલ નામના વ્યક્તિની પત્નીનો ફોન આવ્યો હતો. આ યુવતીએ પતિ સાથે આડા સંબંધનો આક્ષેપ મુક્યો હતો. આ વાતચીત બાદ શંકા જતા પીડિતાએ પોતાની ભાભીને કોલ વિશે જાણ કરી હતી. પરિવારની તપાસમાં ભાંડો ફૂટ્યો કે મેહુલ પટેલના નામે જે યુવાન પીડિતાના સંપર્કમાં છે તે અસલમાં સિરાજ રુસ્તમ પટેલ છે.બનાવની જાણ પોલીસતંત્રને કરવામાં આવતા નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર વી કે ભૂતિયાએ તપાસ શરૂ કરી હતી.




વિધર્મી પરિણીત અને ત્રણ બાળકોનો પિતા


રૂસ્તમની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવતા ભાંડો ફૂટ્યો હતો કે આ શખ્સ પરિણીત અને 3 બાળકોનો પિતા છે. ખોટા આધારકાર્ડ અને ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી તે વિધર્મી યુવતીઓને ફસાવી શારીરિક શોષણ કરવાની માનસિકતા ધરાવે છે. જેણે કુલ બે યુવતીઓને શિકાર બનાવી હોવાની હકીકત અત્યાર સુધી સામે આવી છે.


આ પણ વાંચોઃ


ઘરમાં આ રીતે લગાવેલો મની પ્લાન્ટ બને છે નુકસાનનું કારણ, ખાલી થઈ જાય છે તિજોરી