Bhavnagar : ભાવનગરમાં હનીટ્રેપનો મામલો સામે આવ્યો છે. ભાવનગરના એક ડોક્ટર હનીટ્રેપનો સશિકાર બન્યા છે. એક યુવતીએ ભાવનગરના આ ખ્યાતનામ ડોક્ટરને અમદાવાદમાં રહેતી એક યુવતીએ તેમની સાથે મિત્રતા કેળવી મોહજાળમાં ફસાવ્યા હતા.ડોક્ટરને યુવતી સાથે ઓળખાણ ભાવનગરથી થઈ હતી અને પછી આ પ્રકરણ બહારગામમાં આગળ વધ્યું હતું. 


આ યુવતી અને ડોક્ટરના સંબંધો એટલા આગળ વધી ગયા હતા કે યુવતીએ ડોક્ટરને હોટેલમાં બોલાવ્યા હતા. ત્યારબાદ હોટેલમાં બંનેએ અંગત પળો માણી હતી, જેનો વિડીયો યુવતીએ ઉતારી લીધો હતો. બાદમાં આ યુવતીએ વિડીયો વાયરલ કરવાના ન બહાને ડોક્ટર પાસે દોઢ કરોડ રૂપિયા માંગ્યા હતા અને ડોક્ટરને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. 


આ મામલે ડોક્ટરે યુવતી વિરુદ્ધ ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ આ ડોક્ટરને હનીટ્રેપમાં ફસાવનાર યુવતીની અટકાયત કરવામાં આવી છે તેમજ આ સમગ્ર મામલે મુખ્ય સૂત્રધારને ઝડપી લેવા પોલીસે અલગ અલગ ત્રણ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 


5 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર 40 વર્ષીય આરોપીને 20 વર્ષની કેદની સજા
મહેસાણામાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. મહેસાણાના વિજાપુર તાલુકાના એક ગામમાં વર્ષ 2020માં 5 વર્ષ અને 8 માસની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. આ ઘટનામાં  40 વર્ષીય આરોપી પટેલ વિક્રમ સોમાભાઇ  બાળકીને ફટાકડા લઈ આપવાની લાલચ આપી એક્ટિવા પર લઈ ગયો હતો અને ગામની સીમમાં લઈ જઈ આ માસુમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું.


વલસાડમાં ટ્યુશનમાં જતી વિદ્યાર્થીનીની હત્યા
વલસાડ જિલ્લાના ઉમરગામના દહાડ ગામે ટ્યુશનમાં જતી વિદ્યાર્થીનીની હત્યા થઇ છે. ઉમરગામના દહાડ ગામે આ વિદ્યાર્થીની ટ્યુશનમાં જઈ રહી હતી એ દરમિયાન ત્રણ યુવકોએ એકલતાનો લાભ લઇ આ કિશોરીને ઘેરી હતી અને બાદમાં તેની હત્યા કરી નાખી હતી. જો કે પોલીસે CCTV અને અન્ય સર્વેલન્સથી પોલીસે  ત્રણેય  આરોપીને પકડી પાડ્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે.