Accident:વડોદરાના ડભોઇ નજીક નીલગાયના કારણે બાઇક સવારનું કરૂણ મોત થયું છે. ડભોઇના ઉમેટા પાસે અહીં બાઇક પર જતાં યુવક  નીલ ગાયના કારણે રોડ પર  ફંગોળતા ટ્રકની અડફેટે આવી જતીં બાઇક સવારનું કમકમાટીભર્યું મોત થયું છે.


તો બીજી તરફ રાજકોટના જેતપુરમાં પણ રોડ દુર્ઘટના સર્જાઇ છે. અહીં જૂનાગઢ રોડ ઉપર હોટલ ઉત્સવ પાસે કારે  બાઈક ચાલકને હડફેટે લેતા બાઈક ચાલકને ગંભીર  ઈજાગ્રસ્ત પહોંચી હતી.ઈજાગ્રસ્ત યુવકને જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવામાં  આવ્યો હતો. ઈજાગ્રસ્તની સ્થિતિ નાજુક હોવાથી વધુ સારવાર અર્થ જૂનાગઢ હોસ્પિટલમાં  રીફર કરવામાં આવ્યા હતા. ઘટનાને લઇને જેતપુર પોલીસ તપાસ હાથ ધરી છે.


વડોદરાના કરજણમાં હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક ચાલકે જીવ ગૂમાવ્યો, અહીં અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા બાઇક સવારને ગંભીર ઇજા થતાં તેમનું મોત થયું હતું. ઘટના સ્થળેથી અકસ્માત સર્જનાર ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો. દુર્ધટના કરજણ – મિયાગામની  વચ્ચે  સર્જાઇ હતી. અજાણ્યો વાહન ચાલાક બાઇક ને ટક્કર મારી નાસી છુટ્યો હતો. ઘટનાની જાણ થતાં લોકોએ તાબડતોબ 108માં બાઇક સવારને હોસ્પિટલ પહોંચાડ્યો હતો પરંતુ કમનસીબે તેમની જિંદગી ન બચાવી શકાય. ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો  મૃતકની ઓળખ  મિયાગામાના વતની મોરી પ્રવિણસિંહ રતનસિંહ તરીકે થઇ છે.                                                                                                     
 તો બીજી તરફ આબુરોડથી પરત અમદાવાદ આવતી કારનું ટાયર ફાટતાં કાર પલટી ગઇ હતી,. કારમાં 2 મહિલા અને 2 પુરૂષો સહિત એક બાળક સવાર હતું. દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે અન્યને ઇજા પહોચી છે. એક મહિલાની સ્થિતિ વધુ ગંભીર હોવાના અહેવાલ છે. આ પરિવાર રિપબ્લિક ડેનો લોન્ગ વિકએન્ડ એન્જોય કરવા માટે અમદાવાદથી આબુરોડ ગયો હતો.જો કે રસ્તામાં અચાનક કારનું ટાયર ફાટતાં ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગૂમાવતાં કાર પલટી ગઇ હતી. આ દુર્ઘટના બનાસકાંઠાના ઈકબાલગઢ પાસે બની હતી