Crime News: અમરેલી વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી અને ધારી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય મધુબેન જોશીની હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર  સામાન્ય બોલાચાલીની ઘટના  હત્યામાં પરિણમી હોવાની માહિતી પોલીસ વડાએ આપી હતી.




મૃતક મધુબેનના હત્યા કરવામાં આવી છે. આ ઉપરાંત તેમનો પુત્ર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે જેમને હાલમાં સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમ ખાતે જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી સહિતનો કાફલો પહોંચ્યો છે. મધુબેન જોશીના પુત્ર એડવોકેટ છે અને તેમનું નામ રવિ જોશી છે.હુમલાખોર ત્રણ આરોપીમાં બે આરોપીની સારવાર ચાલી રહી છે જ્યાકે એક પોલીસ પકડમાં છે. મૃતક મધુબેનની ડેડબોડીને પીએમ માટે ખસેડવામાં આવી છે.  તો બીજી તરફ હત્યાની ઘટનાથી પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે અને આ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે. હુમલો કયા કારણસર થયો તે પોલીસ તપાસ બાદ સામે આવી શકશે. 


દિવાળીના તહેવારોમાં વધુ એક હત્યા થયાના સામાચાર હિંમતનગરમાંથી સામે આવી છે. અહીં એક ગામમાં સાત લોકોએ ફટાકડા ફોડવા બાબતે વૃદ્ધને ફટકાર્યો જે પછી વૃદ્ધનું મોત થયુ હતુ. હાલમાં પોલીસે આ સાતેય આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા છે. 


મળતી માહિતી પ્રમાણે, તાજેતરમાં રાજ્યમાં ઠેર ઠેર દિવાળીનો માહોલ છે, પરંતુ દિવાળીમાં ફટાકડા ફોડવા બાબતે હિંમતનગરના એક ગામમાં બબાલ હત્યામાં પરિણામી છે. સાબરકાંઠાના હિંમતનગરના નવા ગામે એક વૃદ્ધનુ ફટાકડા ફોડવા બાબતે હત્યા કરાઇ છે. ખરેખરમાં, નવા ગામે બે દિવસ અગાઉ રાત્રિના સમયે ફટાકડા ફોડવા બાબતે બબાલ થઇ હતી, જેમાં સાત શખ્સોએ એકાએક એક વૃદ્ધ પર હુમલો કરી દીધો હતો, વૃદ્ધને માર મારવાથી તેમની હાલત ગંભીર થઇ હતી, જે પછી વૃદ્ધને આજુબાજુના લોકોએ ભેગા થઇને વૃદ્ધને સિવિલ હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો, જ્યાં સિવિલ હૉસ્પીટલના તબીબોએ વૃદ્ધને મૃત જાહેર કર્યો હતો. જોકે, આ હત્યાની ઘટના બાદ મૃતકની દીકરીએ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાતેય શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે આ સાતેયની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા, આ પછી કોર્ટ જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.