Pakistan Cricket Team Captain: વર્લ્ડકપમાં પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન બાદ બાબર આઝમે કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતુ. હવે પીસીબીએ શાહીન શાહ આફ્રિદીને ટી-20નો કેપ્ટન અને શાન મસૂદને ટેસ્ટ ફોર્મેટનો કેપ્ટન બનાવ્યો છે. જોકે, વનડે ફોર્મેટ માટે હજુ સુધી કોઈ કેપ્ટનની પસંદગી કરવામાં આવી હતી.






પાકિસ્તાન ક્રિકેટ ટીમને મળ્યા નવા કેપ્ટન


વર્લ્ડ કપના લીગ તબક્કામાં પાકિસ્તાનની ટીમે તેની કુલ 9 મેચમાંથી 4માં જીત મેળવી હતી અને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે પાકિસ્તાન વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચી શક્યું ન હતું. પાકિસ્તાનના આ ખરાબ પ્રદર્શન બાદ પીસીબીએ પાકિસ્તાન ક્રિકેટમાં ઘણા ફેરફાર કર્યા છે. બાબર આઝમે કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું હતું અને ત્યાર બાદ પીસીબીએ બંને ફોર્મેટ માટે નવા કેપ્ટનના નામની જાહેરાત પણ કરી હતી. હવે પાકિસ્તાન ક્રિકેટ ટી20 ટીમનો કેપ્ટન યુવા ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી હશે. PCBએ શાન મસૂદને ટેસ્ટ ફોર્મેટ માટે કેપ્ટન બનાવ્યો છે.


નોંધનીય છે કે પાકિસ્તાને વન-ડે ફોર્મેટમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું, પરંતુ PCBએ હજુ સુધી ટેસ્ટ અને T20 ફોર્મેટના નવા કેપ્ટનની જાહેરાત કરી છે વન-ડે ટીમ માટે નવા કેપ્ટનની જાહેરાત કરી નથી. જો કે, ક્રિકેટ નિષ્ણાતો અને સોશિયલ મીડિયા પર અફવાઓ અનુસાર, PCB શાહીન શાહ આફ્રિદીને વન-ડે ફોર્મેટનો કેપ્ટન પણ બનાવી શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ નક્કર માહિતી સામે આવી નથી.


વન-ડે વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન પદેથી બાબર આઝમે રાજીનામું આપ્યું હતું. બાબરે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. બાબર આઝમની કેપ્ટનશીપ હેઠળની પાકિસ્તાની ટીમે વર્લ્ડ કપ 2023માં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું, ત્યારબાદ બાબર આઝમે કેપ્ટન પદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો. બાબર આઝમે ત્રણેય ફોર્મટમાંથી કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે.


પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. પાકિસ્તાનની ટીમ 9 માંથી માત્ર 4 મેચ જીતી શકી હતી અને પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને હતી. બાબર પોતે પણ બેટિંગમાં સારુ પ્રદર્શન કરી શક્યો નહીં. આવી સ્થિતિમાં ઘણા દિગ્ગજો અને ચાહકોએ તેની આકરી ટીકા કરી હતી. બાબરે પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કેપ્ટન પદેથી રાજીનામું આપવાની જાણકારી આપી છે.