નવી દિલ્હીઃ કાળિયાર શિકાર મામલે જોધપુર કોર્ટે સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, નિલમ કોઠારી, તબુ અને દુષ્યંત સિંહને નોટિસ ફટકારી છે. કોર્ટમાં રાજ્ય સરકારે આ બધાને મુક્ત કરવાના વિરુદ્ધમાં અરજી કરી હતી.

આ અરજી પર સુનાવણી કરતાં કોર્ટે જોધપુર કોર્ટે પણ બધા આરોપીઓને એકવાર ફરીથી નોટિસ મોકલી છે. ઉલ્લેખનીય છે કે, સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, નિલમ કોઠારી, તબુ અને દુષ્યંત સિંહને સ્થાનિય કોર્ટે મુક્ત કરી દીધા હતા.




નોંધનીય છે કે, વર્ષ 1998માં ફિલ્મ હમ સાથ સાથ હૈના શૂટિંગ દરમિયાન સલમાન ખાન પર કાળિયારના શિકાર કરવાનો આરોપ લાગ્યો હતો. બાદમાં પોલીસે સલમાન વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો અને બાદમાં કોર્ટે સલમાનને દોષી જાહેર કર્યો હતો.