અમદાવાદ: શહેરમાં આરોપીઓને પોલીસનો ડર નથી તેવા દ્રશ્યો સામે આવ્યા છે.  કુખ્યાત બુટલેગરના પુત્રનુ અપહરણ કરી માર મારવાની ઘટના સામે આવતા અરેરાટી મચી છે.  ત્યાર બાદ બુટલેગર અને તેમના સાગરિતોઓ અપહરણ કૃષ્ણનગર વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જો કે, ચોંકાવનારી વાત એ પણ છે કે, CCTV માં પોલીસની ગાડી પાછળથી જતી દેખાય રહી છે.



પોલીસની ગાડી ઘટના સ્થળેથી પસાર થાય છે તેમ છતા તે ત્યાં રોકાવાનો પ્રયાસ કરતી નથી. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર બુટલેગર કિશોર લંગડાના પુત્ર અજિત સિંહ રાઠોડનુ 5 લોકોએ અપહરણ કર્યુ હતું. કુખ્યાત આરોપી ધમા બારડ સહીત 5 લોકોએ અપહરણ કરી મારમારતા ફરિયાદ  નોંધાઈ છે.


તો મળતી માહિતી પ્રમાણે ગાડીની ડીપર મારવા બાબતે બોલાચાલી થઈ હતી જે બાદ આરોપીઓએ અજિત સિંહ રાઠોડનું અપહરણ કર્યુપ અને તેને માર પણ માર્યો. ઘટનાના વીડિયો સામે આવ્યા બાદ પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં કૃષ્ણનગર પોલીસે ધમા બારડ સહિત 5 વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત આરોપીને પકડવા જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે.


જો કે, આ ઘટના અંગે abp અસ્મિતાએ  પોલીસ કમિશનર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં પોલીસ કમિશનરે ઘટનાથી અજાણ હોવાનો સ્વીકાર કર્યો હતો. આ ઉપપાંરત PI અભિષેક ધવને કહ્યું, પ્રતિક્રિયા આપવાની સત્તા નથી. જ્યારે DCP કાનન દેસાઈ ફોન ઉઠાવી રહ્યા નથી.  નાઈટ પેટ્રોલિંગના નામે અમદાવાદ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. તો એબીપી અસ્મિતા સાથે ડીસીપીએ ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, તપાસના આદેશ અપાયા છે. સવાલ એ પણ છે કે, જો આવી ઘટના પર પોલીસ દાખલારુપ કાર્યવાહી નહીં કરે તો આરોપીઓનું મનોબળ વધી જશે અને આવનારા સમયમાં અન્ય ઘટનાને પણ અંજામ આપી શકે છે. તેથી હવે જરુરી છે કે, આવી ઘટના પર પોલીસ દાખલારુપ કાર્યવાહી કરે જેથી આવનારા સમયમાં અન્ય કોઈ લોકો કાયદો હાથમામ ન લે અને ગુન્હો કરતા પહેલા સાત વખત વિચારે.


આ પણ વાંચો...


Rajkot: મુંબઈના PI વતી રાજકોટમાં 10 લાખની લાંચ લેતા વચેટિયાને ACB એ રંગેહાથ ઝડપી પાડ્યો