રાજકોટ: મુંબઇના માટુંગા પોલીસ સ્ટેશનના પીઆઇ વતી લાંચ લેતા વચેટીયો રાજકોટમાં ઝડપાયો છે. 10 લાખ રૂપિયાની લાંચ લેતા વચેટીયાને ACBએ રંગેહાથ ઝડપી પાડ્યો છે. ACB એ રેસકોર્ષ ખાતે આવેલી ટી પોસ્ટ નામની દુકાનમાં છટકું ગોઠવી ઝડપી પાડ્યો હતો. વચેટીયાનું નામ જયમીન સાવલિયા હોવાનું સામે આવ્યું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર જયમીન સાવલિયાએ મુંબઈના માટુંગાના પોલીસ ઇન્સપેક્ટર દિગંબર પાગર વતી લાંચ લીધી હતી. માટુંગા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અંગે ફરિયાદીને હેરાન નહિ કરવા લાંચ માંગી હતી.


નોંધનિય છે કે, મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતા દીગંબર.એ.પાગરએ માટુંગા પોલીસ સ્ટેશનમાં નોંઘાયેલ એક ફરિયાદ અંગે રાજકોટ ખાતે રહેતા ફરિયાદીને નિવેદન નોંઘાવવા માટે રાજકોટના સરનામે નોટીસ મોકલી હતી. ત્યાર બાદ PIના વહીવટદાર જયમીન સાંવલિયાએ ફરિયાદી સાથે સંપર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે, જે પીઆઇ દીગંબરે તમને જે નોટીસ પાઠવી છે  તે અઘિકારી મારા જાણીતા છે. ત્યા બાદફરીયાદીનો સંપર્ક કરાવતા આરોપી PI દીગંબરે માટુંગા પોલીસ સ્ટેશનનાં ગુન્હામાં ફરિયાદીની ધરપકડ ઉપરાંત હેરાનગતી નહીં કરવા રૂપિયા દસ લાખની માંગણી કરી હતી અને આ લાંચના 10 લાખ રૂપિયા તેના વહિવટદાર જયમીન સાંવલિયાને આપવા જણાવ્યું હતું.


10 લાખની લાંચ આપવી પડશે


આ અંગે વિગતે વાત કરીએ તો, માટુંગા પોલીસ સ્ટેશન મુંબઈમાં પોલીસ ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતા દીગંબર પાગરએ માટુંગા પોલીસ સ્ટેશનમાં નોંઘાયેલ એક ગુન્હા અન્વયે રાજકોટ ખાતે રહેતા આ કામના ફરિયાદીને  નિવેદન નોંઘાવવા માટે રાજકોટના સરનામે નોટીસ મોકલેલ. જે બાદ પીડિતને એક વ્યક્તિ દ્વારા કહેવામાં આવ્યું કે,  તમોને નોટીસ ઇસ્યુ કરનાર માટુંગા પોલીસ સ્ટેશનનાં પોલીસ અઘીકારી મારા ઓળખીતા છે. જો આ કેસમાં પોલીસની હેરાનગતિથી બચવું હોય તો 10 લાખની લાંચ આપવી પડશે.


જે ગેરકાયદેસર લાંચની રકમ  ફરીયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીનાઓએ એસીબીનો સંપર્ક કર્યો. ફરિયાદીની ફરિયાદ આધારે એસીબીએ રાજકોટમાં છટકું ગોઠવ્યું હતું. જે બાદ 10 લાખની રોકડ રકમ સાથે વચેટીયાને એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યો હતો. જે બાદ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો...


કમિશન આપો, ટેન્ડર મેળવોનાં ભાજપાનાં સૂત્રને સાર્થક કરતું વધુ એક કૌભાંડ સામે આવ્યુંઃ કોંગ્રેસ