બુલંદશહરઃ સમાજમાં અનૈતિક સંબંધોનું પ્રમાણ વધી રહ્યું છે. ઉત્તરપ્રદેશના બુલંદશહરમાં યુવકને કૌટુંબિક મામી સાથે શારીરિક સંબંધ હતા. પ્રેમિકાના પુત્રને માતાના સંબંધની ખબર પડતાં તેણે મિત્રને વાત કરી હતી. જે બાદ ગોળી મારીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે આ અંગે બે લોકોની ધરપકડ કરી હતી.

મળતી વિગત પ્રમાણે, થોડા દિવસ પહેલા બુલંદશહરના મેંકકોડ કોતવાલી વિસ્તારમાંથી પસાર થતી નહેરમાંથી એક યુવકનની લાશ મળી હતી. જેની ઓળખ ગ્રેટર નોયડાના ખોદના કલા ગામમાં રહેતા રાહુલ તરીકે થઈ હતી. ત્યારથી પોલીસ ઘટનાનું કોકડું ઉકેલવામાં લાગી હતી. એસપીએ જણાવ્યું કે, રાહુલના ધરપકડ કરાયેલા એક યુવકની માતા સાથે અનૈતિક સંબંધ હતા. જે તેની મામી થતી હતી. માતાના અનૈતિક સંબંધની જાણ પુત્રને થયા બાદ તેમણે મિત્ર સાથે મળીને હત્યાનું કાવતરું રચ્યું હતું.

હત્યા માટે તેણે મિત્રની મદદ લીધી હતી. જે મુજબ બંનેએ મળીને તમંચાથી ગોળીબાર કરીને રાહુલની હત્યા કરી નાંખી હતી. જે બાદ લાશને કારમાં લઈ જઈને કોટ ગાવ સ્થિત નહેરમાં ફેંકી દીધી હતી. યુવકની માતાના જે યુવક સાથે આડા સંબંધ હતા તેનો ગુનાહિત ઈતિહાસ છે.



24 ડિસેમ્બરના રોજ મર્ડરના એક મામલે તે જેલમાંથી છૂટીને બહાર આવ્યો હતો. હત્યામાં સામેલ યુવકનો મિત્ર પણ રીઢો ગુનેગાર છે અને ઘણી વખત જેલમાં જઈ આવ્યો છે.

Lockdown: કોરોનાના નવા કેસ આવતાં ફફડી ઉઠેલા આ દેશે લાદયું લોકડાઉન, જાણો  વિગત

રાશિફળ 15 ફેબ્રુઆરીઃ  સિંહ, કન્યા અને કુંભ રાશિવાળા ન કરતા આ કામ, જાણો આજનું રાશિફળ