અમદાવાદ:  આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરામાં સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી.  મુખ્યમંત્રી યૂએન મહેતા હોસ્પિટલ જતા હતાને પ્રધાનમંત્રીનો ફોન આવ્યો હતો.

પ્રધાનમંત્રી મોદીએ વિજયભાઈને ફોન કરી તેમની સાથે વાત કરી હતી. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના સ્વાસ્થ્ય અંગે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ મુખ્યમંત્રી સાથે ટેલીફોનીક વાતચીત કરી માહિતી મેળવી છે. વડાપ્રધાને મુખ્યમંત્રીને સંપૂર્ણ સ્વાસ્થ્ય ચકાસણી કરાવીને વધુ કાળજી લેવા સાથે યોગ્ય આરામ માટે પણ સલાહ આપી છે.



મુખ્યમંત્રી યુ.એન મહેતા હોસ્પિટલમાં પહોંચ્યા છે. હોસ્પિટલમાં તબીબી તપાસ કરવામાં આવશે. એરપોર્ટથી નીકળ્યા ત્યારે હાથ બતાવી અભિવાદન પણ કર્યું હતું. હોસ્પિટલમાં ડોકટરોની ટીમને તૈયાર રાખવામાં આવી છે. જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ પણ હોસ્પિટલમાં હાજર છે.