Cyber Crime: સાયબર ક્રાઈમના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હેકર્સ રોજ નવી નવી યુક્તિઓ અપનાવી રહ્યા છે અને નિર્દોષ લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. આ સંદર્ભમાં, એક તાજેતરનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ત્રણ મોટા જ્વેલર્સે OTP અને લિંક વિના 1 કરોડ 14 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.


 સાયબર ગુનેગારોએ નકલી દસ્તાવેજો અને આરટીજીએસ દ્વારા આ છેતરપિંડીને અંજા આપ્યો છે.  વાસ્તવમાં, આ ઘટના પટનાના કાંકરબાગ, હથુઆ માર્કેટ અને ઔબેલી રોડમાં બની હતી,  જ્યાં ત્રણ જ્વેલરીના શોરૂમ છે. ત્રણેય જ્વેલર્સ જાણીતી બ્રાન્ડ છે અને તેમાંથી એક બ્રાન્ડ તો તેમના  દેશભરમાં શોરૂમ ધરાવે છે.


કેવી રીતે ઘટનાને આપ્યો અંજામ


બે લોકો પહેલા જ્વેલરી શોપમાં ગ્રાહક તરીકે ગયા અને લગ્ન માટેના ઘરેણાં બતાવવાનું કહ્યું... આ પછી તેમને 40 લાખ રૂપિયાની જ્વેલરી ગમી ગઈ અને પેમેન્ટ માટે બીજા દિવસે RTGS (RTGS (Real Time Gross Settlement)) કરવાનું કહ્યું. અને 2 લાખ રૂપિયા એડવાન્સમાં આપ્યા હતા.                                      


બીજા દિવસે જ્વેલર્સને ફોન આવ્યો કે તેમના ખાતામાં રૂ. 38 લાખના આરટીજીએસ ટ્રાન્સફર થઈ ગયા છે. (આરટીજીએસનો ઉપયોગ મોટા ટ્રાન્ઝેક્શન માટે થાય છે) જ્યારે જ્વેલર્સે બેંક એકાઉન્ટ ચેક કર્યું ત્યારે ખરેખર તેમાં 38 લાખ રૂપિયા જમા હતા. આ પછી જ્વેલર્સે તેમને ઘરેણાં લેવા કહ્યું. બંને લોકો આવીને રૂ.40 લાખના દાગીના લઇ ગયા હતા અને તેમનું આધાર કાર્ડ અને પાન કાર્ડ પણ આપ્યું હતું.


પોલીસ કરી રહી છે મામલાની તપાસ


ગ્રાહક ગયા પછી, થોડા કલાકોમાં જ જ્વેલરને પોલીસનો ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે સાયબર ફ્રોડને કારણે તેના ખાતામાંના પૈસા ચોરાઈ ગયા છે. આથી આ નાણાં રોકી દેવામાં આવ્યા છે. એ જ રીતે વધુ બે જ્વેલર્સને પણ તેમના પૈસા ફ્રીઝ કરી દેવાનો આઘાત લાગ્યો છે.


 બાદમાં જ્વેલર્સને પણ ખબર પડી કે સાયબર ગુનેગારોએ આપેલા પાન કાર્ડ અને આધાર કાર્ડ પણ નકલી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને પોલીસ પાસે સીસીટીવી ફૂટેજ પણ છે.