Rain Forecast :ચોમાસું ફરી સક્રિય થવાને કારણે ઉત્તર ભારતમાં ભારે વરસાદ (heavy rain) પડી રહ્યો છે. ઉત્તરાખંડથી લઈને હિમાચલ સુધીના અનેક જિલ્લાઓમાં વરસાદને (rain) કારણે ભૂસ્ખલન થયું, જેમાં અનેક પરિવારોએ જીવ ગુમાવ્યા. હવામાન વિભાગે (Meteorological Department)આજે દિલ્હીમાં વરસાદની  (rain) આગાહી કરી છે અને ઉત્તર દિલ્હી, પંજાબ, હરિયાણા, ગુજરાત, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં પણ વરસાદની (rain) ચેતવણી જારી કરી છે.


ચોમાસાના વરસાદે દિલ્હીથી લઈને પહાડી વિસ્તારો સુધી દેશમાં તબાહી મચાવી છે. ચોમાસું ફરી સક્રિય થવાને કારણે ઉત્તર ભારતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તરાખંડથી લઈને હિમાચલ સુધીના અનેક જિલ્લાઓમાં વરસાદને કારણે ભૂસ્ખલન થયું, જેમાં અનેક પરિવારોએ જીવ ગુમાવ્યા. હવામાન વિભાગે (Meteorological Department)આજે દિલ્હીમાં વરસાદની સંભાવનાની આગાહી કરી છે, અને દિલ્હી, પંજાબ, હરિયાણા, ગુજરાત, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં પણ વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.


શુક્રવારે દિલ્હીનું મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. લઘુત્તમ તાપમાન 26.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બંને સામાન્ય કરતા એક ડિગ્રી ઓછું નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ 100 થી 74 ટકા હતું. હવામાન વિભાગનો અંદાજ છે કે, શનિવારે પણ વાદળોની અવરજવર ચાલુ રહેશે. કેટલાક સ્થળોએ ઝરમર ઝરમર અને હળવો વરસાદ પડી શકે છે. મહત્તમ તાપમાન 34 અને લઘુત્તમ 26 ડિગ્રી રહેવાની શક્યતા છે.


હિમાચલમાં બે દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી


હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગે 3 અને 4 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. લાહૌલ સ્પીતિ, કિન્નૌર અને સિરમૌર સિવાયના બાકીના જિલ્લાઓમાં 3 અને 4 ઓગસ્ટે અને પછી 7 અને 8 ઓગસ્ટે વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં 115 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે, જ્યારે 225 ટ્રાન્સફોર્મરમાં ખરાબીને કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. 106 પીવાના પાણીની યોજનાઓ અસરગ્રસ્ત છે.


હવામાન વિભાગે આગામી એક સપ્તાહમાં રાજસ્થાનમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. રાજસ્થાનના અનેક વિસ્તારોમાં પાંચથી સાત દિવસ ચોમાસું સક્રિય રહેશે. તેનું કારણ એ છે કે ઝારખંડમાં એક નવું લો પ્રેશર એરિયા બની રહ્યું છે. તેની અસર રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાં જોવા મળશે. જયપુર હવામાન કેન્દ્રના ડાયરેક્ટર રાધેશ્યામ શર્માના જણાવ્યા અનુસાર કોટા અને ઉદયપુર ડિવિઝનમાં 3 અને 4 ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવના છે.