Crime News: ઉત્તરાખંડમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પતિની આંખોમાં ધૂળ નાંખીને પરિણીતા પ્રેમી સાથે રંગરેલીયા મનાવતી હતી. જેને લઈ પતિ-પત્ની વચ્ચે રોજ ઝઘડા થતા હતા. દરરોજના કંકાસથી તંગ આવીને મહિલાએ એવું પગલું ભર્યું કે પોલીસ પણ હેરાન રહી ગઈ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી છે.


હરિદ્વારના કનખલ પોલીસ સ્ટેશનના એક ગામમાં ત્રણ બાળકોની માતા પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. મહિલાના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવીને કાર્યવાહીની માંગ કરી હતી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.


પોલીસે જણાવ્યું કે હરિયાણાના રહેવાસી યુવકને ફરિયાદીની પત્ની સાથે આડાસંબંધ હતા. પ્રેમીને ચોરી છુપીથી મળવા અને રંગરેલીયા મનાવવા પર પતિએ પત્નીને ઘણી વખત ફટકાર લગાવી હતી. પરંતુ તેમ છતાં ચોરી છુપીથી મળતી હતી. મહિલા તેના ત્રણ બાળકોને ઘરે મુકીને પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. પતિ જ્યારે કામ પરથી પરત ફર્યો ત્યારે સમગ્ર ઘટનાની જાણ થઈ.


અમદાવાદના બાથરૂમમાં ન્હાવા ગયેલી મહિલાનો વીડિયો ઉતારી યુવક કરતો હતો બ્લેકમેલ


અમદાવાદના ઘાટલોડીયાના ચાણક્યપુરી વિસ્તારમાં શુક્રવારે સવારે વિકૃત્ત મગજના શખ્સે માતા-પુત્રીનો હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ મા-દિકરી પર જલદ પ્રવાહી છાંટી આગ ચાંપી દેતા બૂમાબૂમ થઈ હતી. બનાવને પગલે ભોગ બનનારની નજીકમાં ઉભેલો આરોપી પણ આગની ચપેટમાં આવી જતા તેણે પણ ગંભીર ઈજા થઈ હતી.ઈજાગ્રસ્તોને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. મહિલાનો નગ્ન વિડિયો ઉતારી બ્લેકમેઈલ કરતો શખ્સ સબંધ બાંધવા દબાણ કરતો હતો.મહિલા વશમાં ના થતા આરોપીએ કૃત્ય આચર્યાની વિગત મળી છે. ચાણકયપુરી વિસ્તારમાં રહેતી 40 વર્ષીય મહિલાએ ચાણક્યપુરીમાં અમૃત મેડીકલ સ્ટોર ધરાવતા ચંદ્રકાન્ત અમૃતભાઈ ઠક્કર વિરૂદ્ધમાં સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ ફરિયાદી મહિલાના ઘરની સામે મેડિકલ સ્ટોર આવેલો હોવાથી આરોપી સતત મહિલા સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરતો હતો.


દોઢ વર્ષ પહેલા મહિલા ઘરની બહાર આવેલા બાથરૂમમાં ન્હાવા માટે ગયેલી મહિલાનો આરોપી ચંદ્રકાન્તે નગ્ન વીડિયો ઉતાર્યો હતો. આ વીડિયો આધારે મહિલાને બ્લેકમેઈલ કરી આરોપી સબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. જો કે, મહિલાએ વશમાં થવાની જગ્યાએ બનાવની જાણ પતિને કરી હતી. પતિએ આરોપીને સમજાવતા હેરાનગતી બંધ થઈ ગઈ હતી. દરમિયાનમાં આજે સવારે મહિલા અને તેની 18 વર્ષની પુત્રી ઘરે એકલા હાજર હતા. તે સમયે આરોપી ચંદ્રકાન્તે ઘરમાં ઘૂસી મહિલાને સબંધ રાખવા દબાણ કર્યું હતું. મહિલાએ ઈનકાર કરતા ગુસ્સામાં આવી ગયેલા આરોપીએ મહિલા અને તેની પુત્રી પર જલદ પ્રવાહી છાંટી આંગ ચાંપી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા માતા-પુત્રીએ બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતો. આગની ચપેટમાં આવેલો આરોપીઓ પણ દાઝી જતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. બનાવ અંગે ત્રણેને સારવાર હેઠળ અસારવા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા.