Crime News: દુનિયાભરમાં કપલ અને તેમના સંબંધોના અનેક વિચિત્ર કિસ્સા સામે આવ્યા છે. ઘણીવાર લોકો સેક્સ પાવર વધારવા અને પાર્ટનરને ખુશ કરવા માટે પણ વાયગ્રા લેતા હોય છે. આને લગતો એક ખૂબ જ આશ્ચર્યજનક કિસ્સો ઈટાલીથી સામે આવ્યો છે. અહીં એક પતિ વાયગ્રા લઇને પત્ની સાથે શરીર સુખ માણવા પહોંચ્યો હતો. પરંતુ પત્નીએ કોઈ કારણોસર સંબંધ બાંધવાની  ના પાડતાં ગુસ્સે ભરાયેલા પતિએ તેની હત્યા કરી નાંખી હતી.


ક્રિસમસની રાતે બની ઘટના


આ ઘટના ઈટાલીના એક શહેરની છે. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, આ બધું ક્રિસમસની રાત્રે થયું જ્યારે પતિ તેની પત્ની પાસે વાયગ્રા લઈને પહોંચ્યો. પત્નીને વાયગ્રા વિશે જાણ થતાં જ તેણે સંબંધ રાખવાની ના પાડી દીધી હતી. આ પછી પતિ ગુસ્સે થઈ ગયો અને બંને વચ્ચે ઝઘડો શરૂ થયો, આ ઝઘડો એ હદે પહોંચી ગયો કે પતિએ તીક્ષ્ણ હથિયાર વડે પત્નીની હત્યા કરી નાખી હતી.




રિપોર્ટ અનુસાર, આ વ્યક્તિનું નામ વિટો કંગિની છે અને તેની પત્નીનું નામ નતાલિયા કિરીચોક છે. આ સમગ્ર ઘટના ક્રિસમસની રાત્રે બની હતી.. પતિ 80 વર્ષનો છે જ્યારે તેની પત્ની 61 વર્ષની છે. આ વૃદ્ધે સેક્સ કરતા પહેલા વાયગ્રાનો ડોઝ લીધો હતો અને આ કારણથી પત્નીએ સંબંધ રાખવાની ના પાડી દીધી હતી.


કેવી રીતે થયો પર્દાફાશ


પત્નીની હત્યા કર્યા બાદ તે ઉંઘી ગયો હતો અને સવારે ઉઠીને કૂતરાને લઈ વોક પર પણ ગયો હતો અને ઘરે આવીને જાણે કંઇ ન બન્યું હોય તેમ કામ કરવા લાગ્યો હતો. આ વાતનો ખુલાસો પતિએ ફોન પર સમગ્ર વાત પત્નીના બોસને કરતાં થયો હતો. કર્મચારીના પતિની વાત સાંભળતાં જ બોસના હોશ ઉડી ગયા હતા. જે બાદ તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી.