માતરઃ ખેડા જિલ્લાના  ત્રાજ ગામે જ્યા બસ સ્ટેન્ડ પાસે સાંજના સુમારે ગામની એક સગીરાની જાહેરમાં ગળુ કાપી નાંખી હત્યા કરી નાખવામાં આવતા ખેડા  પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લઇ કાયદેસરની  કાર્યવાહી હાથ ધરી છે .

ખેડા જિલ્લાના માતર પાસે તારાપુર હાઇવે પર આવેલ ત્રાજ ગામમાં રહેતી 16 વર્ષીય દીકરી સાંજના સમયે  ગામમાં મહાદેવના દર્શન કરવા ગઇ હતી અને વળતા ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ  ખોડિયાર પાન સેન્ટરમાં કોલ્ડડ્રિંક  લેવા આવી  હતી. બસ  આ જ સમયે ગામમાં જ રહેતો રાજુ નામનો 46 વર્ષીય  શખ્સે   કૃપાને પકડી  લીધી  હતી અને પોતાની પાસે રહેલ ધારદાર  હથિયારથી કૃપાનું ગળું કાપી કાપી નાખ્યું હતું. આ ઓછું હોય તેમ કૃપાના હાથ પર પણ બે ઘા  મારતા દુકાનની પાસે લોહીના ફુવારા ઉડ્યા હતા. અચાનક બનેલી ઘટનાને લઇ સગીરા સાથે તેની બહેનપણીએ બૂમો પાડતા સ્થાનિક લોકોએ સગીરાને  108 મારફતે  સારવાર અર્થે ખેડા  સિવિલ હોસ્પિટલ ખસેડી હતી.

સગીરાને સારવાર મળે તે પહેલા  જ મોત થઇ ગયું હતું. બીજી તરફ સ્થાનિક લોકોએ આરોપીને ઝડપી પાડી માતર પોલીસને હવાલે કર્યો હતો. ઘટનાની જાણ ખેડા  એસપીને થતા  પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી મૃતકના પરિવારજનોની  ફરીયાદ લેવાની અને હત્યારા રાજુની પૂછપરછ હાથ ધરી કૃપાની હત્યા પાછળ ક્યું કારણ  જવાબદાર છે, કઈ રીતે હત્યાનો પ્લાન બનાવ્યો તેની તપાસ  માતર  પોલીસે  હાથ  ધરી છે.

બીજી તરફ દીકરીના પરિવારજનો દ્વારા ગ્રીષ્મા હત્યા કેસમાં જે રીતના આરોપીને સજા મળી તે જ રીતના તેમની દીકરીને મારનારને સજા મળે તેવી માંગ કરી રહ્યા છે.

CRIME NEWS: પોરબંદરમાં ખાખીને લાગ્યો દાગ! પોલીસકર્મીએ જ પોલીસકર્મીની પત્ની પર બળાત્કાર કરતા ચકચાર

પોરબંદર: શહેરમાં બનેલી એક ઘટનાએ પોલીસ વિભાગને શરમજનક સ્થિતિમાં મુકી દીધો છે. આ અંગે વિગતે વાત કરીએ તો પોરબંદરમાં એક પોલીસ કર્મચારીએ અન્ય એક પોલીસ કર્મચારીની પત્ની રેપ કર્યાનો આરોપ લાગ્યો છે અને આ અંગે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. કમલાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારી વિરુદ્ધ  ફરિયાદ નોંધાઈ છે. આરોપી કાનજી કેશવલાલ વાસણ અને તેની પત્ની રાધા કાનજી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આરોપીની પત્નીએ ફરિયાદી સાથે પહેલા મિત્રતા કેળવી હતી અને ત્યાર બાદ તેના પતિને યુવતી સાથે બળાત્કાર કર્યો હતો. આ ઉપરાંત આરોપીએ ફરિયાદી સાથેના અંગત પળોના ફોટો વિડીયો ઉતાર્યા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં આરોપી પોલીસ કર્મચારી વિરુદ્ધ નોંધાતા સમગ્ર પોલીસબેડામાં ચકચાર મચી ગઈ છે.