ગીર સોમનાથઃ તાજેતરમાં જ કોગ્રેસ છોડી આપમાં જોડાયેલા ભગુ વાળા સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. વિશ્વાસ ફિલ્મસ ક્રીએશન ના નામે યુવતીને કામ આપવાની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ થઈ છે. યુવતીને મેડીકલ ચેકઅપ માટે લઇ જવામા આવી છે. પોલીસે 376 મુજબનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વેરાવળમાં કાસ્ટીંગ કાઉચનો કિસ્સો આવ્યો સામે છે. યુવતીને મોડેલ તરીકે કાસ્ટ કરવા રાજકીય નેતા અને વિશ્વાસ ફિલ્મ્સ નામની વિડીયો મેકીંગ એજન્સીના માલિકે પોતાના ફ્લેટ પર યુવતી પર આચર્યું દુષ્કર્મ. વેરાવળ શહેરમાં વર્ષોથી કોંગી નેતા અને તાજેતરમાં aapમાં ભળેલા નેતા ભગુ વાળા વિરુદ્ધ યૂવતીએ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી છે.
આરોપી તે ભગૂ વાળા થોડા મહિના પેહલા કોંગ્રેસના ઊપપ્રમૂખ હતા, હાલ થોડા સમય પહેલા aap પાર્ટીમાં જોડાયા છે. આરોપી વિશ્વાસ ફિલ્મસ નામની વિડીયો મેકિંગ એજન્સીનો માલિક હોય જેથી યૂવતીઓને મોડેલિંગ માટે બોલાવી તેનો ગેરલાભ લેતો હોવાનો ફરીયાદીનો આક્ષેપ છે. રાજેન્દ્ર ભવન રોડ પર ઓફીસ ધરાવતા આ આરોપી ભગૂ વાળાએ પોતાના ફ્લેટમા બોલાવી પ્રસિદ્ધ કરાવી દઈશ અને મોડેલ બનાવી દઈશ તેવી લાલચ આપી પર બળાત્કાર ગૂજાર્યાની ફરીયાદ એક યુવતી દ્વારા વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
પોલીસે યુવતીને મેડિકલ તપાસ માટે મોકલી છે અને આરોપી ભગુને શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Gujarat Election : મિશન 2022 માટે આપના નેતાઓએ ગુજરાતમાં ધામા નાંખ્યા છે. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા સિદ્ધપુરની મુલાકાતે છે. જ્યારે રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા આજે રાજકોટની મુલાકાતે છે. બીજી તરફ અરવિન્દ કેજરીવાલ અને ભગવંત માન કાલે ગુજરાતની મુલાકાતે આવશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન એક મોટી જાહેરાત કરી શકે છે.
Gujarat Election : AAP ક્યારે જાહેર કરશે મુખ્યમંત્રીનો ચહેરો? સિસોદિયાની મોટી જાહેરાત
Gujarat Election : દિલ્હી ઉપ મુખ્યમંત્રો મનીષ સિસોદીયા ગુજરાતમાં ચૂંટણી પ્રચારે છે. ઉત્તર ગુજરાતમાં સિસોદીયાનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે તેમણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરાને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે, હવે બદલાવ આવીને રહેશે એવું ગુજરાતના લોકો કહે છે. દિલ્હી પંજાબમાં અમે જે વાયદાઓ આપ્યા એ પુરા કર્યા છે. ભાજપને સ્કૂલ, હોસ્પિટલ, સારા રસ્તાઓ આપવા તે લોલીપોપ છે.
પંજાબમા સરકારી કર્મચારીઓના પગારની કોઈ સમસ્યા ન હોવાનો સિસોદીયાએ દાવો કર્યો હતો. આ સાથે તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટી 182 સીટો પર ચૂંટણી લડશે. સમય આવે મુખ્યમંત્રીનો ચહેરો આમ આદમી પાર્ટી જાહેર કરશે. ગીર સોમનાથના આપ ઉમેદવારનું દારૂ અંગેના નિવેદન પર સિસોદીયાની પ્રતિક્રિયા. ગુજરાતમાં સખ્તાય સાથે દારૂબંધી હોવી જોઈએ.
આમ આદમી પાર્ટી આવશે તો દારૂ બધીનો સખ્તાયથી અમલ કરાવશે. આપ ભાજપને ફાયદો કરાવવા માટે છે એ ભાજપનો ભ્રમ છે. ભાજપ પાસે કોઈ મુદ્દો જ નથી જેથી આપ કેજરીવાલ અને અમને ગાળો આપે છે. પૂર્ણ બહુમતની સરકારનો મનીષ સિસોદીયાએ દાવો કર્યો હતો. 27 વર્ષથી કોંગ્રેસે ભાજપ સાથે મળીને ભાજપની સરકાર બનાવી છે. પાટણ મા મનીષ સિસોદીયાએ રેલી નીકાળી હતી.
Gujarat Election : વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભડકો, NCP સાથેના ગઠબંધનનો કયા દિગ્ગજ નેતાએ કર્યો વિરોધ? શું આપી ચેતવણી?
Gujarat Election : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસમાં ભડકો થયો છે. આ વખતે કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધનને લઈને કોંગ્રેસમાં ભડકો થયો છે. કોંગ્રેસ અને એન.સી.પી. ના ગઠબંધન સામે જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નાથા ઓડેદરાએ વિરોધ નોંધાવ્યો છે. કુતિયાણા બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે.
છેલ્લા 3 માસથી નાથા ઓડેદરા કુતિયાણા બેઠક પર પ્રવાસ કરી રહ્યા છે. કોંગ્રેસ અને એન.સી.પી.નું ગઠબંધક થશે તો પોરબંદર અને કુતિયાણા બને બેઠકો કૉંગ્રેશ ગુમાવશે, તેવી ચેતવણી નાથા ઓડેદરાએ આપી છે. ગઠબંધન થશે તો નાથા ઓડેદરા પોરબંદર થી અમદાવાદ સુધી કરશે પદ યાત્રા . કોંગ્રેસ પાર્ટીમાંથી ટીકીટ નહીં મળે તો આગામી દિવસો લેશે નિર્ણય.
વિપુલભાઈ ચૌધરીની ધરપકડ બાદ તેમનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવા વિપક્ષ સમિતિ દ્વારા યોજાયું આ સંમેલન
મહેસાણાઃ મહેસાણામાં સત્ય સમર્થન મહાસંમેલનને નામે અશોક ચૌધરીના સમર્થનમાં શક્તિ પ્રદર્શન યોજાયું હતું. દૂધહિત રક્ષક સમિતિ દ્વારા સત્ય સમર્થન સંમેલન યોજાયું હતું.અશોકભાઈ ચૌધરીના સમર્થનમાં યોજાયેલા આ મહાસંમેલન સંમેલનમાં ચૌધરી સમાજની સાથે સાથે અન્ય સમાજના લોકો પણ રહ્યા ઉપસ્થિત. ઉત્તર ગુજરાતના ભાજપના રાજકીય આગેવાનો અને હોદ્દેદારો સ્ટેજ ઉપર જોવા મળ્યા.
વિપુલભાઈ ચૌધરીની ધરપકડ બાદ તેમનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવા વિપક્ષ સમિતિ દ્વારા આ સંમેલન યોજાયું હતું.