Sabarkantha Crime News: હિંમતનગરમાં નિવૃત્ત પોલીસ દંપત્તિની હત્યાથી ચકચાર મચી છે. તીક્ષ્ણ હથિયાર વડે નિવૃત પોલીસ કર્મી અને એમના પત્નીની હત્યા કરાઈ છે. હિંમતનગરના રામનગર સોસાયટીમાં ઘટના બની હતી. અજાણ્યાં શખ્સો દ્વાર તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. મકાનમાં ઘુસી અજાણ્યા શખ્સોએ હત્યા કરી હતી. એ ડિવિઝન, એલસીબી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.


અમદાવાદના શાહપુરમાં પડોશી યુવક પુત્રીનો જે પોર્ન વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને બે વર્ષથી બિભત્સ માંગણી કરતો હતો. એટલું જ નહી મહિલાનો પીછો કરીને બિભત્સ ચેનચાળા કરીને છેડતી કરતો હતો. મહિલાએ તેના પિતાને વાત કરતા તેને પણ પુત્રને છાવરતા હતા. આ બનાવ અંગે  શાહપુર પોલીસે છેડતીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શાહપુરમાં વિસ્તારમાં પરિવાર સાથે રહેતી મહિલાએ શાહપુર પોલીસ સ્ટેશનમાં પડોશી યુવક અને તેના પિતા સામે ફરિયાદ નોંધાવી છે કે પડોશમાં રહેતો યુવક  છેલ્લા બે વર્ષથી હેરાન કરીને બિભત્સ માંગણી કરતો હતો. તેમજ  મહિલાની પુત્રીનો પોર્ન વિડીયો પોતાની પાસે હોવાની વાત કરીને   આ વિડિયો વાયરલ કરીને બદનામ કરવાની ધમકી આપીને પીછો કરીને બિભત્સ ચેનચાળા અને ઇશારા કરીને છેડતી કરતો હતો.


તારીખ 21ના રોજ સાંજે તુંમ્હે મેરે સાથ હોટલ મે આકે મેરે સાથ રહેના હૈ મે ને તેરે કુ કહા થા હોટલ મે કબ જાના હૈ વરના મે તેરી છોકરી કે પોર્ન વીડિયો જો મેરે ફોન મે સેવ હૈ ભુલ સે વો મેને વાયરલ કર દીયા તો પુરે મોહોલ્લે મે કીસી કો મુંહ દિખાને કે લાયક ભી નહી રહેગી તેમ કહીને ધમકી આપી હતી.  ત્યારબાદ તા 22 એપ્રિલે રાતના સમયે મહિલા ઘર પાસે હતી ત્યારે શખ્સે જઇને તારી પુત્રીનો પોર્ન વીડિયો વાઇરલ કરી દઇશ તેવી ધમકી આપીને બિભત્સ માંગણી કરી હતી. બનાવ અંગે મહિલાએ યુવકના પિતા વાત કરતા તેને પણ પુત્રને સાથ આપ્યો હતો. આ અંગે મહિલાએ પિતા-પુત્ર સામે શાહપુર પોલીસ સ્ટેશનમાં છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચોઃ


પરેશ ધાનાણીનો મોટો દાવો, રાજકોટનાં પાયા નાં કાર્યકર્તા નાલાયક લાગ્યા એટલે અમરેલીથી આયાતી ઉમેદવાર ઉતાર્યા