Crime News: દિયર-ભાભીનો સંબંધ પવિત્ર સંબંધ ગણાય છે. જોકે આજે આ સંબંધને લાંછન લગાડતા ઘણા કિસ્સા સામે આવે છે. ઉત્તરાખંડના પિથોરાગઢમાં દિયરને ભાભી સાથે શરીર સંબંધ બંધાયા હતા. જેમાં ભાભીને ગર્ભ રહી ગયો હતો અને તે લગ્ન કરવા દબાણ કરતી હતી. જેનાથી કંટાળી દિયરે ભાભીને રસ્તામાંથી હટાવવા પ્લાન ઘડ્યો હતો. જે મુજબ ભાભીને ગર્ભપાત કરાવવાના બહાને લઈ જઈને ખીણમાં ધક્કો મારી દીધો હતો. ચાર મહિના બાદ આ કેસ પોલીસે ઉકેલ્યો છે.


 શું છે મામલો


ઉત્તરાખંડની પિથોરાગઢ પોલીસના જણાવ્યા અનુસાર, ગંગોલીહાટના રાજસ્થાન વિસ્તારના બુગલીમાં ડુમરીની રહેવાસી શીલા દેવી ગયા વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ અચાનક ગુમ થઈ ગઈ હતી. પત્ની ગુમ થયા બાદ તેના પતિ દિવાનસિંહે રેવન્યુ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિ‌નાઓ સુધી મહિલાની શોધખોળ કરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ પછી આ કેસની તપાસ ગંગોલીહાટ પોલીસને સોંપવામાં આવી હતી.


દિયરે પોલીસ સમક્ષ કબૂલી લીધો ગુનો


આ કેસમાં પોલીસને ગુમ થયેલી મહિલા શીલા દેવીના દિયર બબલુની ભૂમિકા કંઈક અંશે શંકાસ્પદ લાગી હતી. જ્યારે પોલીસે તેને કસ્ટડીમાં લીધો અને તેની કડક પૂછપરછ કરી ત્યારે તે લાંબો સમય ચૂપ ન રહી શક્યો અને તેણે પોલીસની સામે તમામ સત્ય કબૂલી લીધું હતું.. બબલુએ જણાવ્યું કે તેને તેની ભાભી સાથે ગેરકાયદેસર સંબંધો હતા. આ દરમિયાન તેની ભાભી ગર્ભવતી બની હતી. જ્યારે તેણે ગર્ભપાત કરાવવા કહ્યું ત્યારે તેણે ના પાડી અને તેને સાથે રહેવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું.


બબલુ આ માટે તૈયાર ન હતો, તેથી તેણે શીલાને રસ્તામાંથી દૂર કરવાની યોજના બનાવી. યોજના મુજબ, તેણે મૃતકને 29 સપ્ટેમ્બર, ઘટનાના દિવસે પિથોરાગઢ બોલાવ્યો અને ગામ પરત ફરતી વખતે તેને ગુર્ના મંદિર પાસે ઊંડી ખીણમાં ધકેલી દીધી. મૃતકની સ્થળ પર SDRFની મદદથી શોધખોળ કરવામાં આવી ત્યારે સ્થળ પરથી મહિલાનો દુપટ્ટો મળી આવ્યો હતો. પોલીસે હત્યાના આરોપમાં આરોપી બબલુની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.