Bharuch Crime News: ભરૂચના ચમારીયા ગામે એક ચોંકાવનારી ઘટના બની છે. વાલિયા તાલુકાના ચમારીયા ગામના રાજપૂત ફળિયાના વૃદ્ધ દંપતીએ ઝેરી દવા ગટગટાવી હતી. વટારીયા સુગર નજીકના ખુલ્લા ખેતરમાં ઝેરી દવા ગટગટાવી હતી. ઘરમાં બોલાચાલી થતા માઠું લાગી આવતા પગલું ભર્યું હોવાનું અનુમાન છે. ઘટનામાં પતિ વિજયસિંહ બોરસિયા (ઉં.વ.59) નું મોત થયું છે, જ્યારે પત્ની ગીતા બોરસિયા (ઉં.વ.54) હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


શું છે મામલો


વાલિયા તાલુકાનાં વટારીયા-સેંગપુર જવાના માર્ગ પર ખુલ્લા ખેતરમાં રાત્રિના સમયે ઘર કંકાસમાં નારાજ થઈને આવેલ દંપતીએ ઝેરી દવા પી લેતા પતિનું મોત નિપજતા ચકચાર મચી ગઈ છે. વાલિયા તાલુકાનાં ચમારિયા ગામના રાજપૂત ફળિયામાં રહેતા જીતેન્દ્રસિંહ હરિસિંહ બોરસિયાના સંબંધી 59 વર્ષીય વિજયસિંહ બોરસિયા અને તેઓના પત્ની ગીતા બોરસિયા સાથે તેઓના પરિવાજનો વચ્ચે કોઈક બાબતે ઝઘડો થતાં દંપતીને લાગી આવતા તેઓ રાતે ઘરેથી નીકળી ગયા હતા અને વાલિયા તાલુકાનાં વટારીયા-સેંગપુર જવાના માર્ગની બાજુમાં ખુલ્લા ખેતરમાં આવી ત્યાં દંપતીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બનાવ અંગેની જાણ જીતેન્દ્રસિંહને થતાં તેઓએ ભાઈ-ભાભીને તાત્કાલિક સારવાર માટે ભરુચ સિવિલ હોસ્પિટલ ખાતે ખડેસવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન વિજયસિંહ બોરસિયાનું મોત નીપજયું હતું જ્યારે પત્નીની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. પુત્ર અને પુત્રવધૂ દ્વારા અવાર નવાર મારઝૂડ કરી વૃધ્ધ દંપતીને ત્રાસ આપવામાં આવતો હોવાનું ગામમાં ચર્ચાઇ રહ્યું છે.બનાવ અંગે વાલિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




વડોદરાના ડભોઇમાં કરનાળી કુબેર ભંડારી દર્શન પરત ફરી રહેલ મિત્રોને ધરમપુરી નજીક અકસ્માત નડ્યો હતો. સ્કોર્પિયો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સાઈડમાં ઉભેલી હાઇવા ટ્રક સાથે અથડાઈ હતી. બનાવમાં ડભોઇ ઝારોલા વાગા વિસ્તારમાં રહેતી કેયુરી રાજુભાઈ ધોબીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જયારે કાર ચાલકને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ડભોઇ પોલીસે મૃતદેહ પી.એમ અર્થે મોકલી આપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે ઇજાગ્રસ્ત કાર ચાલકને વડોદરા સારવાર અર્થે ખસેડાયો હતો.


આ પણ વાંચોઃ


ક્રિકેટ પ્રેમીઓ આનંદો, ફ્રીમાં જોઈ શકાશે T20 વર્લ્ડકપની તમામ મેચ, જાણો વિગત