Ghaziabad Crime News: ગાઝિયાબાદના તિલામોદની ઈન્દ્રપ્રસ્થ કોલોનીમાંથી લગભગ ત્રણ મહિનાથી ગુમ થયેલા યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. આડાસંબંધોના કારણે યુવકનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ લાશને લીંક રોડના નાળામાં ફેંકી દેવામાં આવી હતી. તિલામોદ પોલીસ સ્ટેશન અને સ્વાટ ટીમે આ હત્યાનો ખુલાસો કરતાં પતિ-પત્ની સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે.


પોલીસે જણાવ્યું કે આરોપીની કબૂલાત બાદ પ્રિન્સનું બાઇક અને મોબાઇલ ફોન મળી આવ્યો છે. જ્યારે 31 ડિસેમ્બરે લિંક રોડ પોલીસ સ્ટેશનને તેનો મૃતદેહ સડી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો અને બિનવારસી લાશ માની તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ અંગે તિલામોદ પોલીસ ડીએનએ ટેસ્ટ પણ કરાવશે.


શું છે મામલો


તિલામોદ પોલીસ સ્ટેશનના પ્રભારી મહાવીર સિંહે જણાવ્યું કે, 23 વર્ષીય પ્રિન્સ મૂળ બાગપત જિલ્લાના સરુરપુર ગામનો રહેવાસી હતી. તે ઈન્દ્રપ્રસ્થ કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતો હતો અને જાવલી ગામમાં આવેલી ક્રિકેટ એકેડમીમાં કોચિંગ લેતો હતો. તે 19 ડિસેમ્બર 2021 ના ​​રોજ શંકાસ્પદ સંજોગોમાં ગુમ થયો હતો. પ્રિન્સની માતા રાજરાણીએ પોલીસ સ્ટેશનમાં પુત્રના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. 31 ડિસેમ્બર 2021 ના ​​રોજ લિંક રોડ પોલીસને એક યુવકનો મૃતદેહ સડેલી હાલતમાં મળી આવ્યો હતો. મૃતદેહની ઓળખ થઈ ન હોવાથી બિનવારસી માની તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.


તિલામોદ પોલીસને સર્વેલન્સ ટીમની મદદથી મહત્વની માહિતી મળી હતી કે પ્રિન્સ અમુક નંબર પર સતત વાત કરતો હતો. આ નંબરોની મદદથી મહત્વપૂર્ણ કડીઓ મળી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકને ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના રહેવાસી સુરેન્દ્રની પત્ની સાથે ગેરકાયદેસર સંબંધો હતા. બંને તેમના ઘરે જ શરીર સુખ માણતા હતા. સુરેન્દ્રને આ વાતની જાણ હતી. સુરેન્દ્રએ તેની પત્નીને વિશ્વાસમાં લઈને પ્રિન્સને ઘરે બોલાવ્યો હતો. આ પછી બંનેએ પંચશીલ કોલોનીમાં રહેતા નીરજ, રાહુલ અને વિકાસ સાથે મળીને પ્રિન્સનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.